AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: નવરાત્રિમાં 2400 રુપિયામાં AMTSની બસ બુક કરી 40 લોકોને 14 પૌરાણિક મંદિરના દર્શન કરાવો, જાણો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવરાત્રિ દરમિયાન શહેરના 14 અલગ- અલગ પ્રાચીન મંદિરમાં લોકો માતાજીના દર્શન કરી શકે તે માટે ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ બસ સેવા પૂરી પાડવામાં આવશે. બસ બુક કરાવવા માટે રૂપિયા 2400 ભરવાના રહેશે. બસમાં 30 લોકો બેસી શકશે અને 10 ઊભાં રહીને પ્રવાસ કરી શકશે.

Ahmedabad: નવરાત્રિમાં 2400 રુપિયામાં AMTSની બસ બુક કરી 40 લોકોને 14 પૌરાણિક મંદિરના દર્શન કરાવો, જાણો
ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવાનો નિર્ણય
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 30, 2023 | 7:50 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવરાત્રિ દરમિયાન શહેરના 14 અલગ- અલગ પ્રાચીન મંદિરમાં લોકો માતાજીના દર્શન કરી શકે તે માટે ધાર્મિક પ્રવાસ બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ બસ સેવા પૂરી પાડવામાં આવશે. બસ બુક કરાવવા માટે રૂપિયા 2400 ભરવાના રહેશે. બસમાં 30 લોકો બેસી શકશે અને 10 ઊભાં રહીને પ્રવાસ કરી શકશે.સવારે 8.15 થી શરૂ થનારો ધાર્મિક પ્રવાસ સાંજે 4.45 એ પૂરો થશે. આમ 2400 રુપિયાની રકમમાં 40 લોકો ધાર્મિક પ્રવાસ કરી શકશે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video

શહેરના મહત્વના મંદિરોએ શહેરીજનો તહેવારોના દરમિયાન દર્શન કરવા માટે જતા હોય છે. આ વખતે કોર્પોરેશન દ્વારા નવરાત્રીમાં માતાજીના દર્શનને લઈ આયોજન કર્યુ છે. આમ સસ્તા દરે જ લોકો શહેરના તમામ મહત્વના મંદિરોના દર્શનને આવરી લેતો રુટ તૈયાર કરીને બસને સસ્તા દરે ભાડે આપવામાં આવશે.

શહેરના આ મંદિરોના કરાવાશે દર્શન

  • ભદ્રકાળી મંદિર(લાલદરવાજા)
  • મહાકાળી મંદિર(દુદ્દેશ્વર)
  • માત્રભવાની વાવ (અસારવા)
  • ચામુંડા મંદિર (અસારવા ચામુંડા બ્રીજ નીચે)
  • પદ્માવતી મંદિર (નરોડા)
  • ખોડિયાર મંદિર (નિકોલ)
  • હરસિધ્ધ માતા મંદિર (રખીયાલ)
  • બહુચરાજી મંદિર (ભુલાભાઇ પાર્ક)
  • મેલડીમાતા નું મંદિર (બહેરામપુરા)
  • હિંગળાજમાતાનું મંદિર (નવરંગપુરા)
  • વૈષ્ણોદેવી મંદિર (એસ.જી. હાઇવે)
  • ઉમિયામાતા નું મંદિર(જાસપુર રોડ),
  • આઇ માતા નું મંદિર (સુધડ)
  • કૈલાદેવી માતા મંદિર (ધર્મનગર)

ક્યાંથી અને કેવી રીતે મળશે બસની સુવિધા

લાલ દરવાજા ટર્મિનસ, સારંગપુર ટર્મિનસ, મણિનગર ટર્મિનસ તેમજ વાડજ ટર્મિનસ ઉપરથી આ ધાર્મિક બસ સેવા ફાળવવામાં આવશે. ફાળવાયેલી બસમાં અમદાવાદ શહેરના માતાજીના ઉપર જણાવેલ મંદિરોના દર્શન માટે મળી રહેશે. આ માટે 8 કલાકના મર્યાદિત સમયમાં એક બસના રુપિયા 2400 સંસ્થાના મુખ્ય ટર્મિનસ લાલદરવાજા, સારંગપુર, મણિનગર અને વાડજ ખાતે એડવાન્સ રકમ ભરવાથી બસ ફાળવણી કરાશે. એક બસની કેપેસીટી 28 સીટીંગ + 12 સ્ટેન્ડીંગ અથવા 30 સીટીંગ + 10 સ્ટેન્ડીંગ(વધુમાં વધુ કુલ 40) પ્રવાસીની બસ પ્રવાસીઓએ માંગેલ સ્થળથી ધાર્મિક બસોના નિયમો અનુસાર બસો પુરી પાડવા માં આવશે.

આગામી 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ ધાર્મિક બસ સેવાનો લાભ મળી રહેશે. આ બસ સેવાનો સમય શહેરના દરેક ટર્મિનસથી સવારે 8.15 થી સાંજના 4.45 કલાક સુધી મળી રહશે. આમ નવરત્રીના તહેવાર દરમિયાન માતાજીના મંદિરના દર્શન કરવા માટે કોર્રપોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">