Morbi Tragedy : અમદાવાદના ટાગોર હોલમાં શોકસભા યોજાઈ, CM ભૂપેન્દ્ર પટેલ, સાંસદો અને ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત

રાજ્યવ્યાપી શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની ઓફિસોમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

Morbi Tragedy : અમદાવાદના ટાગોર હોલમાં શોકસભા યોજાઈ, CM ભૂપેન્દ્ર પટેલ, સાંસદો અને ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત
Morbi bridge collapse
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2022 | 12:10 PM

મોરબી દુર્ઘટનાને લઈ અમદાવાદના ટાગોર હોલમાં શોકસભા યોજાઈ. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદો અને ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને શોક વ્યક્ત કર્યો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી.  રાજ્યવ્યાપી શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની ઓફિસોમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ પણ રદ્દ કરવામાં આવેલા છે. બીજીતરફ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો

મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ PM મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. PM મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે. PM મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો કર્યા છે. આ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યુ કામગીરીથી PM મોદી સંતોષ હોવાનું પણ પાટીલે જણાવ્યુ છે.

135 લોકોને ભરખી જનાર મોરબીના ગોઝારા ઘટનાસ્થળની PM મોદીએ પુલનુ નિરિક્ષણ કર્યું હતુ. તે દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. અને મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી.

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">