AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ઈંચ વરસ્યો વરસાદ, જાણો કયા વોર્ડમાં કેટલા ઈંચ ખાબક્યો

અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલ નવરંગપુરામાં 110 મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વરસાદની માત્રા શહેરના અન્ય ઝોનની સરખામણીએ ઘણી ઓછી રહેવા પામી હતી.

Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ઈંચ વરસ્યો વરસાદ, જાણો કયા વોર્ડમાં કેટલા ઈંચ ખાબક્યો
| Updated on: Sep 18, 2026 | 12:33 PM
Share

અમદાવાદ શહેરમાં આજે સવારના 7.30 કલાકે શરૂ થયેલા તોફાની વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સતત બે કલાક સુધી રહેલા વરસાદથી સમગ્ર અમદાવાદના રાજમાર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતા, વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. બીઆરટીએસની સેવા પણ પ્રભાવિત થઈ હતી. કેટલાક રૂટ પરની બીઆરટીએસ બસ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. અમદાવાદ શહેરમાં ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે, વહીવટીતંત્રે વાસણા બેરેજના 14 દરવાજાઓને ખોલવાની ફરજ પડી હતી. જો કે, 9.30 પછી વરસાદ ધીમો પડતા ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ હતી. જો કે, સવારના 11 વાગ્યા સુધીમાં શહેર આશરે 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલ નવરંગપુરામાં 110 મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વરસાદની માત્રા શહેરના અન્ય ઝોનની સરખામણીએ ઘણી ઓછી રહેવા પામી હતી.

પૂર્વ અમદાવાદમાં વરસ્યો 42 મી.મી. વરસાદ, સૌથી વઘુ વિરાટનગરમાં 46 મી.મી નોંધાયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિરાટનગર ખાતે વરસાદ નોંધાયો છે. ચકુડિયા ખાતે 45, ઓઢવમાં 41, વિરાટનગરમાં 46, નિકોલમાં 40, રામોલમાં 23, કઠવાડામાં 24, વસ્ત્રાલમાં 39 મીલીમિટર વરસાદ વરસ્યો છે.

પશ્ચિમ અમદાવાદમાં 68 મી.મી. વરસાદ નોંધાયો, સૌથી વધુ નવરંગપુરમાં 90 મી.મી.

પશ્ચિમ અમદાવાદમાં સવારના 9 વાગ્યા સુધીમાં 68 મી.મિ. વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવરંગપુરામાં નોંધાયો છે. ટાગોર હોલ ખાતે 70, ઉસ્માનપુરા ખાતે 61, ચાંદખેડા ખાતે 52, વાસણા ખાતે 82, રાણીપ ખાતે 64, નવરંગપુરા 90 અને મોટેરા ખાતે 55 મીલિમીટર વરસાદ નોંધાયો છે.

ઉત્તર પશ્ચિમ વોર્ડમાં 62 મી.મી. વરસાદ, સૌથી વધુ મેમનગરમાં

ઉત્તર પશ્ચિમ વોર્ડમાં સવારના 9 વાગ્યા સુધીમાં 62 મી.મી વરસાદ નોંધાયો છે. જેમાં બોડકદેવમાં 61, સાયન્સ સિટીમાં 47, ગોતામાં 69, ચાંદલોડિયામાં 68, થલતેજમાં 54, ઓગણજમાં 63 અને મેમનગરમાં 71 મી.મી વરસાદ નોંધાયો છે.

દક્ષિણ પશ્ચિમ વોર્ડમાં 68 મી.મી. વરસાદ

સવારના 9 વાગ્યા સુધીમાં દક્ષિણ પશ્ચિમ વોર્ડમાં સરેરાશ 68 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સરખેજમા 82 મી.મી. જોધપુરમાં 58 મી.મી. જોધપુર ઝોનલ ખાતે 49 મી.મી. બોપલમાં 57 મી.મી. મકતમપુરમાં 32 મી.મી. સરખેજ અર્બન હેલ્થ કચેરી ખાતે 116 મી.મી. વરસાદ નોંધાયો છે. બાકરોલમાં 82 મી.મી. વરસાદ નોંધાયો છે.

સવારના 9 વાગ્યા સુધીમાં મધ્ય ઝોનમાં સરેરાશ 60 મી.મી. વરસાદ વરસ્યો છે. જેમાં દાણાપીઠા ખાતે 36, દુધેશ્વર ખાતે 65, કાલુપુર ખાતે 76 અને અસારવા ખાતે 65 મી.મી. વરસાદ નોંધાયો છે. ઉત્તર ઝોનમાં 36 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં મેમકો ખાતે 48, નરોડા ખાતે 38, કોતરપુર ખાતે 17, સરદારનગર ખાતે 47 અને હંસપુરા ખાતે 31 મી.મી. વરસાદ નોંધાયો છે. દક્ષિણ ઝોનમાં 47 મી.મી. વરસાદ નોંધાયો છે. મણીનગરમાં 45, વટવામાં 38, ઈન્દ્રપુરીમાં 49, લાંભામાં 57 મી.મી. વરસાદ નોંધાયો છે.

Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">