AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઢોંસાના ખીરાથી થયેલ મોતના આક્ષેપ મામલે મોટો નિર્ણય, પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કઢાયો

અમદાવાદ શહેરમાં એક હેરાન કરતી ઘટના બની હતી. શહેરના ચાંદખેડા મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા પ્રજાપતિ પરિવારની બે દીકરીઓના ઢોસા ખાવાથી મૃત્યુ થયું હતુ. જે બાદ હવે અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરવામાં આવશેની માહિતી મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2026 | 1:41 PM
Share

અમદાવાદ શહેરમાં એક હેરાન કરતી ઘટના બની હતી. શહેરના ચાંદખેડા મારુતિ પ્લાઝા રેસિડેન્સીમાં રહેતા પ્રજાપતિ પરિવારની બે દીકરીઓના ઢોસા ખાવાથી મૃત્યુ થયું હતુ. જે બાદ હવે અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે હવે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

અઢી માસની બાળકીનો મૃતદેહ બહાર કઢાશે

FSL ની ટીમ સાથે રાખીને બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી છે. પરિવારે બન્ને બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી. બન્ને બાળકીઓના શંકાસ્પદ મોત બાદ વધારે તપાસ હાથ ધરવા માટે મૃતદેહ બહાર કાઢ્યો છે. આ સમગ્ર મામલે વિસ્તારમાં ચકચારી મચી ગઈ છે. કારણ કે ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત થયા છે તેમજ માતા પિતા પણ હોસ્પિટલમાં દાખલ છે.

FSLની ટીમની મદદ લેવામાં આવી

આ સમગ્ર મામલે પોલીસને શંકા જતા હવે ઊંડી તપાસ હાથ ધરી છે. પોલીસની ટીમ હવે સ્મશાન ગૃહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો છે. આ કેસમાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની ટીમની મદદ લેવામાં આવશે. તેમજ મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ ઢોસાના ખીરામાં રહેલા ઝેરી તત્વોને કારણ ફૂડ પોઈઝનિંગ થતા બાળકીના મૃત્યુ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્ય જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તે બાદ જ જાણી શકાશે કે બાળકીઓના મૃત્યુ કઈ રીતે થયા.

ઢોસાનું ખીરું બન્યું મોતનું કારણ !

પરિવારના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલે વિમલભાઈ પ્રજાપતિ આઈઓસી રોડ પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવા માટે ખીરું લઈને આવ્યા હતા. તે જ સાંજે તેમણે ઢોસા ખાધા બાદ મોડી રાત્રે અચાનક ઉલટીઓ શરૂ થતાં તેમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ 2 એપ્રિલે તેમની પત્ની ભાવનાબેન અને ચાર વર્ષની દીકરી મિસ્ટીએ પણ એ જ ખીરાથી બનેલા ઢોસા ખાધા, અને થોડા જ સમયમાં તેમની તબિયત પણ બગડી ગઈ હતી.

આ ઘટનામાં સૌથી દુઃખદ પાસું એ છે કે ભાવનાબેનની તબિયત બગડ્યા બાદ તેમની ત્રણ મહિનાની નાની બાળકી ‘રાહ’ને સ્તનપાન કરાવ્યું હતું. પરિવારના કહેવા મુજબ, માતાની ખરાબ તબિયતને કારણે ફીડિંગ બાદ બાળકીનું મૃત્યુ થયું. બીજી તરફ, ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહેલી ચાર વર્ષની મિસ્ટી પ્રજાપતિએ પણ 3 એપ્રિલે સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. આ રીતે થોડા જ કલાકોમાં પરિવારે પોતાની બે લાડકી દીકરીઓને ગુમાવી દીધી છે. હાલ બંને બાળકોના માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Breaking News: ઢોંસા ખાધા અને બે માસૂમોના મોત થયા ! ચાંદખેડામાં ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગનો પરિવારે લગાવ્યો ગંભીર આરોપ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">