AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઢોસાના ખીરાથી થયેલ શંકાસ્પદ મોત મામલે મોટો ઘટસ્ફોટ, પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન: સૂત્ર

ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘરકંકાસ અથવા બેરોજગારીને કારણે સામૂહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.

Breaking News: ઢોસાના ખીરાથી થયેલ શંકાસ્પદ મોત મામલે મોટો ઘટસ્ફોટ, પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન: સૂત્ર
dosa khira death
| Updated on: Apr 09, 2026 | 12:55 PM
Share

ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીના મોતના મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ઘરકંકાસ અથવા બેરોજગારીને કારણે સામૂહિક આપઘાત થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક સૂત્રો મુજબ પિતા વિમલ પ્રજાપતિ દ્વારા હત્યાનું કાવતરું ઘડાયું હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે.

પરિવારે સામુહિક આપઘાત કર્યા હોવાનું અનુમાન: સૂત્ર

પોલીસ દ્વારા વિવિધ એન્ગલથી તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આર્થિક સંકળામણ અને બેરોજગારી મુદ્દે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે જ સામૂહિક આપઘાતની દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માંથી FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે કેસના સત્ય સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ઘઉંમાં નાખવાની ગોળી ખાધી !

સૂત્રોના જણાવ્યા મુજબ, વિમલ પ્રજાપતિ અને તેના પિતા ગૌરીશંકર વચ્ચે અનેક વખત બોલાચાલી થતી હતી. ઉપરાંત, પોલીસને શંકા છે કે ઘઉંમાં નાખવાની ગોળીનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. પતિ-પત્ની વિમલ અને ભાવના વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા હોવાથી કેસ વધુ જ ગૂંચવણભર્યો બન્યો છે. લોહીના રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફૉસ્ફેટનું પ્રમાણ મળતા ઝેર આપવાના એન્ગલને પણ તપાસવામાં આવી રહ્યો છે.

બાળકીના પિતા વિમલને રજા આપવામાં આવશે

હાલમાં, બાળકીના પિતા વિમલને હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવે તેવી શક્યતા છે. હોસ્પિટલથી રજા મળ્યા બાદ પોલીસ દ્વારા તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. બે બાળકીના મોત પાછળ ખરેખર ખીરું જવાબદાર છે કે કોઈ અન્ય કારણ છે, તે જાણવા માટે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે, જેના કારણે આ કેસમાં અનેક શંકાઓ ઊભી થઈ રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">