Ahmedabad Video : ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ST વિભાગની 300થી વધારે બસોનું કર્યુ લોકાર્પણ

આજે અમદાવાદના GMDC મેદાનમાં ST વિભાગની બસોનું લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેેમાં હર્ષ સંઘવીએ 300 જેટલી બસોનું લોકાર્પણ કર્યુ છે. 15 મહિનામાં 1700થી વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.

Ahmedabad Video : ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ST વિભાગની 300થી વધારે બસોનું કર્યુ લોકાર્પણ
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Mar 16, 2024 | 2:45 PM

આજે અમદાવાદમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે નવી બસનું લોકાર્પણ કર્યુ છે. આજે અમદાવાદના GMDC મેદાનમાં ST વિભાગની બસોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેેમાં હર્ષ સંઘવીએ 300 જેટલી બસોનું લોકાર્પણ કર્યુ છે. 15 મહિનામાં 1700થી વધારે નવી બસો નાગરિકોની સેવામાં આપી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.

14 મહિના પહેલા 2 લાખ મુસાફરો વધારવાનો ટાર્ગેટ પણ પૂર્ણ થયો હોવાની માહિતી આપી છે. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ બસમાં સ્વચ્છતાની તકેદારી રાખવા માટે પણ અપીલ કરી છે. આ ઉપરાંત બસના કાચમાંથી પિચકારી મારવાનું બંધ કરવા અંગે પણ જણાવ્યુ હતુ.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ સાથે જ મંત્રીએ મુસાફરી કરતા લોકોના આંકડા આપતા કહ્યું કે, પહેલા રાજ્યમાં દરરોજ 25 લાખ લોકો એસ.ટી બસમાં મુસાફરી કરતા હતા, જ્યારે આજે દરરોજ 27 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે, જે આનંદની વાત છે. આવનારા દિવસોમાં મુસાફરોની સંખ્યા વધીને 30 લાખ થાય તે દિશામાં રાજ્ય સરકારનો વાહન વ્યવહાર વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ તકે એસ.ટી બસોના ડ્રાઈવર અને કંડકટરો પર પુષ્પગુચ્છની વર્ષા કરીને અભિવાદન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ એસટી બસોના ડ્રાઇવર-કન્ડક્ટરની પ્રશંસા કરતા કહ્યું કે એસ.ટી બસોના ઈમેજના બદલાવમાં મહત્તમ ફાળો ડ્રાઈવર અને કંડકટરોનો પણ છે. મુસાફરોના સુખદ પ્રવાસના તેઓ માધ્યમ બન્યા છે.

આજે પ્રસ્થાન કરાવેલી 301 જેટલી નવીન બસોની વિશેષતા વિશે વાત કરીએ તો, 59 જેટલી બસો સુપર એકસપ્રેસ છે જ્યારે 177 જેટલી બસો રેડી.બિલ્ટ સુપર એકસપ્રેસ છે. આ ઉપરાંત 32 જેટલી બસો સેમી લક્ઝરી (ગૂર્જર નગરી) અને 33 જેટલી બસો સેમી સ્લીપર કોચવાળી ફાળવવામાં આવી છે.

આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, સાંસદ ડૉ.કિરીટભાઇ સોલંકી, શહેરના ધારાસભ્યઓ તેમજ અમિતભાઈ શાહ,  હર્ષદભાઈ પટેલ, જીતુભાઈ પટેલ,  કૌશિકભાઈ જૈન,  દર્શનાબેન વાઘેલા, બાબુસિંહ જાદવ, અમૂલભાઇ ભટ્ટ, મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, GSRTCના સેક્રેટરી  નિર્મલ રવી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">