બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો

|

Nov 16, 2021 | 11:58 PM

ગુજરાતના બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. જે પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો છે.

બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો
પ્રતિકાત્મક ફોટો

Follow us on

ગુજરાતના બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. જે પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો છે. જેમાં ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન-5માં આવે છે.

ભૂકંપ ઝોન 4માં સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન-3માં બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપની તીવ્રતા ઓછી હોઇ શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગુજરાતમાં સામાન્ય રીતે કચ્છમાં ભૂકંપના અનેક આંચકા આવી રહ્યા છે. તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને અન્ય વિસ્તારોના ભૂકંપના હળવા આંચકા સમયાંતરે નોંધાય રહ્યા છે. તેમજ આ અંગે ગુજરાત સિસ્મોલોજી સેન્ટર તેની પર સતત ધ્યાન રાખી રહ્યું છે, તેમજ ભૂકંપના આ આંકડાઓનો અભ્યાસ કરીને સાવચેત રહેવા માટે સૂચના પણ આપે છે.

આ  પણ વાંચો : JAMNAGAR : વિધાતાએ 7માં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડયા

આ પણ વાંચો : અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, કુલ 14 સ્થળોએ દરોડા-સર્વેની કામગીરી

Published On - 8:12 pm, Tue, 16 November 21

Next Article