આજે ગુજરાતમાં કોરોનાના નવા 374 કેસ, કુલ દર્દીઓની સંખ્યા 5428 થઈ, જાણો જિલ્લા મુજબ વિગત
કોરોના વાઈરસના કેસની સંખ્યા ગુજરાતમાં વધીને 5428 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 374 કેસ નોંધાયા છે. આ કેસમાં સૌથી વધારે 274 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ કેસની સાથે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. જ્યારે 146 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે. Web Stories […]
કોરોના વાઈરસના કેસની સંખ્યા ગુજરાતમાં વધીને 5428 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 374 કેસ નોંધાયા છે. આ કેસમાં સૌથી વધારે 274 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ કેસની સાથે છેલ્લાં 24 કલાકમાં 28 દર્દીઓ જીવ ગુમાવ્યો છે. જ્યારે 146 દર્દીઓએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે અને ઘરે પહોંચ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આજના નવા કેસ ક્યાં જિલ્લામાં નોંધાયા?
374 new #COVID19 cases reported in #Gujarat in 24 hours including highest 274 in #Ahmedabad: Gujarat Principal Health Secretary, Jayanti Ravi#GujaratCoronaUpdate #Gujaratcorona pic.twitter.com/YiGPnv3UzE
— tv9gujarati (@tv9gujarati) May 3, 2020
આજના નવા 374 કેસ રાજ્યમાં નોંધાયા છે. જેમાં જિલ્લાવાર માહિતી જોઈએ તો અમદાવાદમાં નવા 274 કેસ, સુરતમાં 25 કેસ, વડોદરામાં 25 કેસ, બોટાદ-ગાંધીનગર-દેવભૂમિ દ્વારકામાં 3-3 કેસ નોંધાયા છે. મહેસાણામાં 21 કેસ, મહિસાગરમાં 10 કેસ, બનાસકાંઠામાં 07 કેસ, અરવલ્લી-પાટણ-દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં જિલ્લાવાર કુલ કોરોનાના કેસની વિગત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રાજ્યમાં કુલ કેસની સંખ્યા 5428 થઈ ગઈ છે અને તેમાં 4065 દર્દીઓની તબિયત સ્થિર છે જ્યારે 31 લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 1042 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે 290 લોકોએ જીવ ગુમાવ્યો છે.