AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Met Gala 2025 : વિશ્વનો સૌથી મોટી ફેશન ઇવેન્ટ મેટ ગાલા ક્યારે અને ક્યાં યોજાશે? જાણો

દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2025માં સેલિબ્રિટી ફરી એક વખત પોતાનો જલવો દેખાડવા માટે તૈયાર છે. આ ઈવેન્ટ શરુ થવાને વધારે સમય રહ્યો નથી.ભારતીય ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે તેમના ઇન્સ્ટાગ્રામ પર બે સ્ટોરી પોસ્ટ કરી છે.

Met Gala 2025 : વિશ્વનો સૌથી મોટી ફેશન ઇવેન્ટ મેટ ગાલા ક્યારે અને ક્યાં યોજાશે? જાણો
| Updated on: May 04, 2025 | 12:48 PM
Share

દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલા 2025 હાલમાં ચર્ચામાં છે. આ ઈવેન્ટ શરુ થવાને હવે થોડો સમય બાકી રહ્યો છે. મેટ ગાલા માટે કિયારા અડવાણી તૈયાર છે. આ સિવાય પોપ્યુલર પંજાબી સિંગર દિલજીત દોસાંઝ પણ ડેબ્યુ કરશે. તો ચાલો જાણીએ આ ઈવેન્ટ શું છે અને ક્યાં અને ક્યારે થશે.

મેટ ગાલા 2025નું આયોજન 5 મેના રોજ કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ન્યુયોર્ક સિટીમાં થશે. જો આપણે આ ઈવેન્ટની થીમની વાત કરીએ તો આ વખતે મેટ ગાલા 2025ની થીમ ટેલરિંગ બ્લેક સ્ટાઈલ છે. ભારતીય સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝે તેમના ઇન્સ્ટાગ્રામ પર બે સ્ટોરી પોસ્ટ કરી છે. એક સ્ટોરીમાં અભિનેતાએ પહેલી વાર લખ્યું

ક્યાં લાઈવ જોઈ શકશો મેટ ગાલા ?

તમને જણાવી દઈએ કે, મેટ ગાલા 2025ને વોગ દ્વારા મેનેજ કરવામાં આવ્યો છે. આટલું જ નહી પરંતુ આ વખતે મેટ ગાલા 2025ની ઈવેન્ટને તમામ ડિજીટલ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. જેમાં તેની યુટ્યુબ ચેનલ પણ સામેલ છે. ઈવેન્ટના રેડ કારપેટનું કવરેજ મંગળવાર 6 મેના સાંજે 6 કલાકે શરુ થશે. દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટમાં બોલિવુડના અનેક સેલિબ્રિટી પોતાનો જલવો દેખાડશે.

આ સ્ટાર પણ જોડાશે

અમેરિકામાં યોજાનાર આગામી કાર્યક્રમ ‘મેટ ગાલા’માં અનેક ભારતીય કલાકારો ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં શાહરૂખ ખાન, કિયારા અડવાણી, પ્રિયંકા ચોપરાના નામ આગળ આવી રહ્યા છે. જોકે, કિંગ ખાન ન્યૂયોર્ક પહોંચી ગયો છે અને કિયારા અડવાણી પણ અમેરિકાના ન્યૂયોર્કમાં છે.

મેટ ગાલા શું છે?

મેટ ગાલાએ ન્યુ યોર્ક શહેરમાં આયોજિત એક મુખ્ય ફેશન ઇવેન્ટ છે જે દર વર્ષે મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં યોજવામાં આવે છે. આ એક પ્રકારની પાર્ટી છે અને તેનું આયોજન કરવાનો હેતુ મ્યુઝિયમન (કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ) માટે નાણાં એકત્ર કરવાનો છે. વોગ નામનું એક પ્રખ્યાત મેગેઝિન આ કાર્યક્રમનું આયોજન કરે છે અને તેના વડા અન્ના વિન્ટૂર છે જે 1995 થી તેનું આયોજન કરી રહ્યા છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">