વેલકમ 3 માટે ફરી સાથે આવ્યા પરેશ રાવલ, નાના પાટેકર અને અનિલ કપૂર, 2022 માં શરૂ થશે શૂટિંગ

વેલકમ 3 માટે ફરી સાથે આવ્યા પરેશ રાવલ, નાના પાટેકર અને અનિલ કપૂર, 2022 માં શરૂ થશે શૂટિંગ
The trio of Anil Kapoor, Nana Patekar and Paresh Rawal reunited for 'Welcome 3

વેલકમ 3 માટે પરેશ રાવલ, નાના પાટેકર અને અનિલ કપૂર ફરીથી સાથે આવ્યા છે અને ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મના નિર્માતાઓએ તેને 2022ના મધ્ય સુધીમાં ફ્લોર પર લાવવાની તૈયારી કરી લીધી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 25, 2021 | 5:19 PM

બોલિવૂડની (Bollywood) એવી ઘણી ફ્રેન્ચાઈઝી છે જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. ખાસ કરીને એ ફિલ્મના અમુક પાત્રો અમર થઈ ગયા છે. તેમના વિશે સાંભળીને શ્રોતાઓનો ઉત્સાહ વધી જાય છે. આવી જ એક હિટ ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘વેલકમ’ (Welcome) છે. વેલકમના 2 ભાગ બની ચૂક્યા છે અને બંને ભાગને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ખાસ કરીને આ ફિલ્મના ત્રણ પાત્રો જે અનિલ કપૂર (Anil Kapoor), નાના પાટેકર (Nana Patekar) અને પરેશ રાવલ (Paresh Rawal) દ્વારા ભજવવામાં આવ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ત્રિપુટીએ તેના ત્રીજા ભાગ માટે ફરી સાથે આવવાનું નક્કી કર્યુ છે.

રિપોર્ટ અનુસાર, પરેશ રાવલ, નાના પાટેકર અને અનિલ કપૂર વેલકમ 3 માટે પરત ફર્યા છે અને આ ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. સૂત્ર અનુસાર,  હાલમાં સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મના નિર્માતાઓએ તેને 2022ના મધ્ય સુધીમાં ફ્લોર પર લાવવાની તૈયારી કરી લીધી છે. આ ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો પણ આ ટીમનો ભાગ બનવા માટે સંમત થયા છે. આ ત્રણ સિવાય આ ફિલ્મમાં મોટા સ્ટારને પણ કાસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. આ એક એક્શન કોમેડી ફિલ્મ હશે.

આ ફિલ્મનો પહેલો ભાગ 2007માં રિલીઝ થયો હતો. ત્યારે આ ફિલ્મ તે વર્ષની સૌથી હિટ ફિલ્મોની યાદીમાં હતી. આ ત્રણ સિવાય આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ પણ હતા. તેનો પ્રથમ ભાગ ચોક્કસપણે દર્શકો માટે કોમેડી ફિલ્મોની યાદીમાં છે. ફેમસ એક્ટર ફિરોઝ ખાન છેલ્લે એ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જે બાદ ફિરોઝ ખાનનું 2009માં અવસાન થયું હતું. તે ફિલ્મથી જ નાના પાટેકર અને અનિલ કપૂરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ પછી આ ફિલ્મનો આગામી પાર્ટ આવ્યો જે વેલકમની સિક્વલ હતી. પરંતુ આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ જોન અબ્રાહમ અને કેટરીના કૈફની જગ્યાએ શ્રુતિ હસનને કાસ્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા અને નસીરુદ્દીન શાહ પણ કામ કરતા જોવા મળ્યા હતા.

આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. જો કે આ ફિલ્મને સમીક્ષકો દ્વારા ખરાબ રીતે નકારી કાઢવામાં આવી હતી, પરંતુ દર્શકોએ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરતી હિટ ફિલ્મોની યાદીમાં આવી. તેનું નિર્દેશન અનીસ બઝમીએ કર્યું હતું.

આ પણ વાંચો –

Gram Panchayat Election પરિણામો બાદ અનોખી ઉજવણી, વિજેતાને હારેલા ઉમેદવારે હાર પહેરાવ્યો, પુત્રની જીત પર પિતાએ મુંડન કરાવ્યું

આ પણ વાંચો –

સારા જીવનની શોધમાં બેદરકારી ભારે પડી, ગ્રીસમાં ફરી એક વખત શરણાર્થીઓથી ભરેલી બોટ પલટી મારતા 13ના મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati