સારા જીવનની શોધમાં બેદરકારી ભારે પડી, ગ્રીસમાં ફરી એક વખત શરણાર્થીઓથી ભરેલી બોટ પલટી મારતા 13ના મોત

સારા જીવનની શોધમાં બેદરકારી ભારે પડી, ગ્રીસમાં ફરી એક વખત શરણાર્થીઓથી ભરેલી બોટ પલટી મારતા 13ના મોત
Migrant Boat Accident (symbolic picture)

Migrant Boat Accident: યુદ્ધગ્રસ્ત અને ગરીબ દેશોના લોકો વધુ સારા જીવનની શોધમાં યુરોપિયન દેશો તરફ જવાનું ચાલુ છે. હવે ફરી એકવાર ગ્રીસમાં શરણાર્થીઓની બોટે પલટી મારતા અકસ્માત સર્જાયો છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Dec 25, 2021 | 2:17 PM

Boat Accident in Greece: શુક્રવારે મોડી રાત્રે એજિયન સમુદ્ર(Aegean Sea)માં શરણાર્થીની બોટ પલટી જતાં અંદાજે 13 લોકોનાં મોત થયાં છે. ગ્રીસના પૂર્વી એજિયન ટાપુઓ પર ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવે છે, કારણ કે આ ટાપુ વર્ષોથી શરણાર્થીઓના સંકટ સામે ઝઝુમી રહ્યો છે. આવી સ્થિતિમાં, દાણચોરો તુર્કીથી ઇટાલીનો માર્ગ પસંદ કરી રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક છે અને તેથી જ તાજેતરમાં આ અકસ્માતો થયા છે.

કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે, મધ્ય એજિયનમાં પારોસ ટાપુથી લગભગ આઠ કિલોમીટર દૂર શુક્રવારે મોડી રાત્રે બોટ પલટી જતાં 62 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ કોસ્ટગાર્ડને જણાવ્યું કે, તેમાં લગભગ 80 લોકો સવાર હતા (Migrant Boat Accident). અધિકારીઓએ જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડની પાંચ બોટ, નવ ખાનગી જહાજો, એક હેલિકોપ્ટર, એક લશ્કરી વિમાન અને કોસ્ટગાર્ડ ડાઇવર્સે રાતોરાત બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.

તાજેતરમાં 11 લોકોના મોત થયા

અગાઉ ગુરુવારે, એન્ટિકિથેરા ટાપુ નજીક એથેન્સથી લગભગ 235 કિલોમીટર (145 માઇલ) દક્ષિણમાં એક ખડકાળ ટાપુ પર બોટ ઘૂસી જતાં 11 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. શુક્રવારે, ગ્રીક પોલીસે દાણચોરીના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને દક્ષિણ પેલોપોનીઝ ટાપુમાં એક યાટ જોવા મળ્યા બાદ 92 શરણાર્થીઓને અટકાયત કરવામાં આવી હતી. ઘણા શરણાર્થીઓ ગુમ થયાની આશંકા વચ્ચે બુધવારે ગ્રીસના સાયક્લેડિક ટાપુ ફોલેગેન્ડ્રોસ પર બોટ ડૂબી જતાં ત્રીજા દિવસે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

આવા અકસ્માતો સામાન્ય બની ગયા

આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 13 લોકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં બચી ગયેલા લોકોનું કહેવું છે કે 17 લોકો ગુમ છે (Migrant Boat Accidents Reason). તમને જણાવી દઈએ કે ગ્રીસના દરિયાકાંઠે બનતી આવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત દેશોના લોકો વધુ સારા જીવનની શોધમાં ગેરકાયદેસર રીતે યુરોપિયન દેશો(European Countries)માં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આ લોકો વધુ સંખ્યામાં બોટમાં બેસે છે, જેના કારણે બોટ અકસ્માતનો શિકાર બને છે.

આ પણ વાંચો : West Bengal: ગોવા TMCને મોટો ઝટકો, 5 AITC સભ્યોએ આપ્યું રાજીનામું, પાર્ટી પર લોકોને વિભાજિત કરવાનો આરોપ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati