Gram Panchayat Election પરિણામો બાદ અનોખી ઉજવણી, વિજેતાને હારેલા ઉમેદવારે હાર પહેરાવ્યો, પુત્રની જીત પર પિતાએ મુંડન કરાવ્યું

ખડોલ ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામો બાદ ગામના વિજેતા અને પરાજીત ઉમેદવારે અનોખી એકતા બતાવી, વલસાડના ધમડાચી ગામે વિજય સરઘસમાં આતશબાજી વચ્ચે વિજેતાના પિતાએ મુંડન કરાવી અનોખી ઉજવણી કરી.

Gram Panchayat Election પરિણામો બાદ અનોખી ઉજવણી, વિજેતાને હારેલા ઉમેદવારે હાર પહેરાવ્યો, પુત્રની જીત પર પિતાએ મુંડન કરાવ્યું
Unique celebration after Gram Panchayat Election results
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 2:47 PM

રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) બાદ મારામારી, પથ્થરમારો કે ઝપાઝપીના અનેક બનાવ બન્યા. પરંતુ લોકશાહીના પવિત્ર પર્વની હળી-મળીને ઉજવણી કરતી કેટલીક પ્રોત્સાહક ઘટનાઓ પણ ઘટી. જેમાં બનાસકાંઠાના (Banaskanth) સૂઈગામ તાલુકાના માધપુરામાં હારેલા યુવા ઉમેદવારને ગ્રામજનોએ અનોખી હૂંફ આપી અને ચૂંટણી ખર્ચ પેટે થયેલા દસ લાખ રૂપિયા ભેગા કરીને પ્રોત્સાહન રૂપે આપ્યા.

તો ખડોલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચને હારેલા ઉમેદવારે જ પ્રથમ હાર પહેરાવ્યો. આખરે આ જ છે ખરી ખેલદિલી. ખડોલ ગ્રામ પંચાયતના નવા અને પૂર્વ સરપંચે સાથે મળી વિકાસની ખાતરી આપી.તો વલસાડના ધમડાચી ગામે વિજય સરઘસમાં આતશબાજી વચ્ચે વિજેતાના પિતાએ મુંડન કરાવી અનોખી ઉજવણી કરી. આ તમામ વાયરલ વીડિયોની વિગતવાર વાત કરીએ તો,

વિજેતાએ પરાજીત ઉમદવારને હાર પહેરાવ્યો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

વાત બનાસકાંઠાના જ ખડોલ ગ્રામ પંચાયતની. અહીં ગામના વિજેતા અને પરાજીત ઉમેદવારે અનોખી એકતા બતાવી. સમસ્ત ગ્રામજનોની હાજરીમાં જીતેલા ઉમેદવારે હારેલા ઉમેદવારના હાથે જ પહેલો હાર પહેર્યો. પૂર્વ અને નવા જીતેલા સરપંચે હળીમળીને ગામનો વિકાસ કરવાની નેમ પણ વ્યક્ત કરી.

પુત્રની જીત પર પિતાએ મુંડન કરાવ્યું

વલસાડના (VALSAD) ધમડાચી ગામે જીતના ઉત્સાહની એક અજીબો-ગરીબ ઉજવણી સામે આવી. ધમડાચી ગામે વિજેતા ઉમેદવારનું ફટાકડાના ધૂમ-ધડાકા અને ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ નિકળ્યું. પુત્રના વિજયથી ગદગદિત થયેલા પિતાએ જીતને અનોખી રીતે ઉજવી. પિતાએ વિજય સરઘસ દરમિયાન જ માથે મુંડન કરાવ્યું.

સાસુએ જમાઇને ખભે બેસાડી ઉત્સાહ દર્શાવ્યો

તો ગ્રામ પંચાયત ચૂંટણીના (Gram Panchayat Election) વિજય સરઘસના જ એક વાયરલ થયેલા વીડિયોમાં સાસુ અને જમાઈની જોડીની અનોખી રંગત જોવા મળી. જમાઈ ચૂંટણી જીતતા જ સાસુ ઉત્સાહમાં આવી ગયા. અને જમાઈને ખભા પર બેસાડીને ગામમાં ઉત્સાહથી ફર્યા.

હારેલા ઉમેદવારને 10 લાખની રકમ અપાઇ

લોકશાહીના સૌથી મોટા મંદિર સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષનો ગજગ્રાહ કે સૂત્રોચ્ચાર જોઈ શરમથી માથુ ઝૂકી જાય. પરંતુ બનાસકાંઠા સૂઈગામ તાલુકાના મસાલી માધપુરા ગામે અનોખી એકતા જોવા મળી. 21 વર્ષીય યુવા ઉમેદવાર નજીવા વોટથી હાર્યો. તો યુવા ઉમેદવારની હિંમત ન તૂટે તે માટે ગામલોકો ભેગા થયા. અને ચૂંટણી ખર્ચ પેટે થયેલા 10 લાખની રકમ ગામ અને સમાજના લોકોએ ઉઘરાવી યુવા ઉમેદવારને આપી. સમાજનો આવો અદભૂત સાથ જોઈને યુવા ઉમેદવાર અલ્પેશ ચૌધરીએ ખુશી વ્યક્ત કરી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">