TMKOC : સોસાયટીનું કોવિડ -19 વેક્સિનેશન અભિયાન જોખમમાં, ચાલૂ પાંડે કરશે ગોકુલધામ વાસીઓની ધરપકડ
સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દરેક મહત્ત્વના મુદ્દા લોકોને હસાવવા સાથે સમજાવવામાં આવ્યા છે. આ સમયે શોમાં કોવિડ -19 વેક્સિનેશને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવે છે. જેઠાલાલથી લઈને બબીતાજી સુધી દરેક પાત્રોએ દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીમાં કોવિડ -19 વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ અભિયાન જોખમમાં છે.
ગોકુલધામના રહેવાસીઓ ઉપરાંત, આ કોવિડ -19 વેક્સિનેશન અભિયાન અન્ય નાગરિકો માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. આ દરમિયાન, ગોકુલધામના રહેવાસીઓને તેમની વેક્સિન લગાવી લિધી છે.
અન્ય નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે તે માટે ભીડે નજીકમાં આ અભિયાન વિશે માહિતી આપી હતી. પણ બહારથી કોઈ આવતું નથી તે જોઈને ભીડે પણ વિચારમાં પડી જાય છે. સમસ્યા એ છે કે સોસાયટીની બહારના કેટલાક અજાણ્યા લોકોએ સોસાયટીમાં ચાલી રહેલા કોવિડ -19 વેક્સિનેશન અભિયાનને નકલી હોવાનો દાવો કર્યો છે અને તેના કારણે બહારથી કેટલાક લોકો કોવિડ -19 વેક્સિનેશન અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.
ગોકુલધામવાસીઓ પર આવી મુશ્કેલી
કેટલાક લોકોએ સોસાયટીની બહારના પોસ્ટરો પર લખ્યું છે કે ગોકુલધામ સોસાયટીના કોવિડ -19 વેક્સિનેશન કેમ્પની વેક્સિન નકલી છે અને કોવિડ -19 વેક્સિનના નામે દરેકને મિલાવટી ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. ગોકુલધામના લોકો આ પોસ્ટર જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. છેવટે, કોઈ સમજી શકતું નથી કે આ કોણે અને શા માટે કર્યું છે.
તેની તપાસ કરવી જરૂરી છે તે સમજીને, ગોકુલધામના રહેવાસીઓએ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડેને ફોન કર્યો છે. પરંતુ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડેને આ વિશે પહેલેથી જ ખબર પડી ગઈ છે અને તે નકલી કોવિડ -19 વેક્સિન દેવા માટે તમામ ગોકુલધામના રહેવાસીઓની તપાસ કરી તેમની ધરપકડ કરવા માટે સોસાયટીમાં પહોંચવાના જ હોય છે.
આ વખતે ગોકુલધામના લોકો તેમના પરના આ આરોપથી ખૂબ જ ચિંતિત છે. આ પ્રકારનું ખોટુ કામ ગોકુલધામ સોસાયટીમાં થવું અસંભવ છે. ગોકુલધામના રહેવાસીઓ કેવી રીતે આ સમસ્યાનો સામનો કરશે તે જોવા માટે શોના આગામી એપિસોડની રાહ જોવી પડશે.
આ પણ વાંચો :- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર
આ પણ વાંચો :- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો