Exclusive: અસિત મોદી અને જેનિફર મિસ્ત્રીના વિવાદ પર જાણો ભીડે માસ્ટરે શું કહ્યું

|

May 12, 2023 | 6:25 PM

Bhide Master Supports Asit Modi: જેનિફર મિસ્ત્રીએ આરોપ લગાવ્યા બાદ હવે અસિત મોદી અને તેમની પ્રોડક્શન ટીમે અભિનેત્રી પર નિશાન સાધ્યું છે. આ સિરિયલના કલાકારો પણ નિર્માતાને સાથ આપી રહ્યા છે.

Exclusive: અસિત મોદી અને જેનિફર મિસ્ત્રીના વિવાદ પર જાણો ભીડે માસ્ટરે શું કહ્યું

Follow us on

Mandar Chandwadkar On TMKOC: સોની સબ ટીવીના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને ચાલી રહેલા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શોને અલવિદા કહેનારા કેટલાક કલાકારોએ સિરિયલના નિર્માતા અસિત મોદી અને તેમની ટીમ પર અનેક આરોપો લગાવ્યા છે. હાલમાં જ આ સિરિયલમાં રોશનનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અને પ્રોડક્શન ટીમના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે, હવે આ સીરિયલમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવનાર અભિનેતા મંદાર ચાંદવડકરે આ સમગ્ર મામલે ખુલીને વાત કરી છે.

આ પણ વાંચો : TMKOC મિસિસ સોઢીએ અસિત મોદી પર લગાવ્યો જાતીય સતામણીનો આરોપ!, જાણો કોણ છે જેનિફર મિસ્ત્રી, જુઓ Photos

જાણો મંદાર કેમ છે દુખી

મંદારે કહ્યું કે, મને આશ્ચર્ય થઈ રહ્યો છે અને આ વાતનું મોટું દુખ છે. આવા આરોપ કેમ લગાવવામાં આવી રહ્યા છે અને આટલા વર્ષની રાહ જોયા બાદ હવે કેમ આવું કહેવામાં આવી રહ્યું છે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીંડેનું પાત્ર નિભાવનાર મંદાર ચાંદવડકર આગળ કહે છે કે, કેટલાક વર્ષ સુધી કામ કરનાર લોકોના વિચારો અલગ હોઈ શકે છે. આમને-સામને વિવાદ થઈ શકે છે પરંતુ તેનો આરોપ લગાવી શકતા નથી.

સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો

શું છે સમગ્ર મામલો

સોની સબની ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ખરાબ કારણોસર ચર્ચામાં છે. આ સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ થોડા સમય પહેલા જ શો છોડી દીધો હતો. શૈલેષ લોઢા પછી હવે રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પણ આ શોને અલવિદા કહી દીધું છે. જેનિફરે શોના નિર્માતા અસિત કુમાર મોદી પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે અસિત મોદી અને તેની પ્રોડક્શન ટીમના બે લોકો વિરુદ્ધ મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Published On - 6:24 pm, Fri, 12 May 23

Next Article