Bigg Boss 18 : બિગ બોસ 18ની પહેલી કન્ફર્મ સ્પર્ધક મળી, આ હોટ અભિનેત્રી બિગ બોસમાં એન્ટ્રી કરશે
નિયા શર્માએ જ્યારે બિગ બોસ ઓટીટીની પહેલી સીઝનમાં એન્ટ્રી કરી તો ચાહકોને લાગ્યું કે, આશોમાં તે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે પરંતુ દિવ્યા અગ્રવાલના આ શોમાં તે મહેમાન બનીને આવી હતી. પરંતુ હવે જાહેરાત થઈ ચૂકી છે કે, નિયા શર્મા બિગ બોસ 18માં પહેલી કન્ફોર્મ સ્પર્ધક છે.
અંકિતા લોખંડે બાદ નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે. જેને છેલ્લા કેટલાક વર્ષોથી બિગ બોસમાં જવાની ઓફર થઈ રહી છે. નિયાએ કલર્સ ટીવી સાથે નાગિન અને સુહાગન ચુડેલ જેવી અનેક હિટ ટીવી સીરિયલમાં કામ કર્યું છે. હાલમાં નિયા સૌથી મોટો કુકિંગ શો લાફ્ટર શેફનો પણ ભાગ બની હતી. આ પહેલા તે કલર્સ ટીવી સાથે એન્ડવેન્ચર રિયાલિટી શો ખતરો કે ખેલાડી અને ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા જેવા બિગ બજેટના શો કરી ચૂકી છે.
પરંતુ ચેનલની સાથે અનેક મોટા શો કરનારી નિયા શર્મા હંમેશા બિગ બોસથી દુર ભાગતી જોવા મળી રહી હતી પરંતુ અંતે મેકર્સે તેને આ શોમાં સામેલ થવા માટે મનાવી લીધી છે.
બિગ બોસ 18માં સામેલ થનારી પહેલી કન્ફોર્મ સ્પર્ધક
Nia Sharma has been announced as first confirmed contestant of Bigg Boss 18 in #KhatronKeKhiladi14 finale!!… #NiaSharma pic.twitter.com/PuP85diV3P
— ཌI°•ѴƖѴᏋᏦ•°Iད (@Vivekkeshwani8) September 29, 2024
નિયા શર્મા સલમાન ખાનના શો બિગ બોસ 18માં સામેલ થનારી પહેલી કન્ફોર્મ સ્પર્ધક છે. તેના નામની જાહેરાત ખુબ રોહિત શેટ્ટીએ ખતરો કે ખેલાડીની સીઝન 14ના ગ્રાન્ડ ફિનાલેમાં કરી છે.ભારતી સિંહ સાથે નિયા શર્મા ખતરો કે ખેલાડીના ગ્રાન્ડ ફિનાલેની શૂટિંગમાં સામેલ થઈ હતી.આ દરમિયાન રોહિત શેટ્ટીએ તમામ સ્પર્ધકોનું પુછ્યું શું તમને જણાવી દઉં આ વર્ષ બિગ બોસ 18માં કોણ જવાનું છે, તો તમામ ખેલાડીઓએ કહ્યું જણાવો તો કહ્યું સલમાન ખાનના બિગ બોસ 18માં નિયા શર્મા જશે.
અભિષેક પાસે માંગ્યો સપોર્ટ
નિયાનું નામ સાંભળ્યા બાદ ખતરો કે ખેલાડીના તમામ ખેલાડીઓએ નિયાને શુભકામના પાઠવી હતી. અભિષેક કુમારની સાથે રોહિત શેટ્ટી એ પણ નિયાને બિગ બોસ સફર માટે શુભકામના પાઠવી હતી.
આ સ્પર્ધક લઈ શકે છે સૌથી વધારે પૈસા
ટીવી9 હિન્દી ડિજિટલ સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ નિયા શર્માને મનાવવું મેકર્સ માટે સરળ નથી. પરંતુ તેની આટલા વર્ષોની મહેનત રંગ લાવી છે. નિયા આ શોમાં સામેલ થવા માટે હા પાડી દીધી છે.જોકે, નિયા શર્માને મળેલી ફી અંગે ચેનલ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.