AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Bangla: 10 વર્ષ પછી વાપસી માટે તૈયાર છે’ બિગ બોસ બાંગ્લા 3′, સૌરવ ગાંગુલી હોસ્ટ તરીકે કરશે ડેબ્યુ

બિગ બોસ બાંગ્લાની ત્રીજી સીઝન સપ્ટેમ્બર થી શરુ થશે. આ શો 10 વર્ષ પછી વાપસી કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હોસ્ટ કરશે. સૌરવ ગાંગુલીએ સલમાન ખાન વિશે શું કહ્યું જાણો.

Bigg Boss Bangla: 10 વર્ષ પછી વાપસી માટે તૈયાર છે' બિગ બોસ બાંગ્લા 3', સૌરવ ગાંગુલી હોસ્ટ તરીકે કરશે ડેબ્યુ
| Updated on: Aug 09, 2026 | 12:55 PM
Share

રિયાલિટી શો બિગ બોસ ખુબ ફેમસ છે. આ વર્ષે બિગ બોસ બાંગ્લા પરત ફરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આ શોને હોસ્ટ કરશે. હોસ્ટ તરીકે તે આ શોથી ડેબ્યુ કરશે. આ રિયાલિટી શો હોસ્ટ કરવા માટે જલસા સાથે 125 કરોડ રુપિયાનો કરાર કર્યો છે.

બિગ બોસ બાંગ્લા 10 વર્ષ પછી નવી સીઝન સાથે વાપસી કરી રહ્યો છે. સ્ટાર જલસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર બિગ બોસ બાંગ્લાનો પહેલો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં પ્રિન્સ ઓફ કોલકાતાના તેના નવા રોલમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ શો પોતાની ત્રીજી સીઝન સાથે વાપસી કરવા જઈ રહ્યો છે.યુઝર્સ બિગ બોસ બાંગ્લાને લઈ ઉત્સાહિત છે.બિગ બોસ બાંગ્લા ઓગ્સ્ટમાં શરુ થશે. તમામ સ્પર્ધકો અને પ્રીમિયરની તારીખ પણ સામે આવી ચૂકી છે.

સૌરવ ગાંગુલીની બાયોપિકનું ચાલી રહ્યું છે કામ

તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલીની બાયોપિક દાદા પર કામ ચાલી રહ્યું છે. બોલિવુડના અભિનેતા રાજકુમાર રાવ આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીનું પાત્ર નિભાવી રહ્યો છે. હાલમાં મેકર્સે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં રાજકુમાર રાવનો લુક જોવા મળી રહ્યો છે.

ગાંગુલીએ યાદ કર્યું કે તેમની પુત્રી સના ગાંગુલીએ પૂછ્યું હતું કે શું તેઓ બિગ બોસના ઘરની અંદરના સંઘર્ષોને મેનેજ કરી શકશે. તેમણે કહ્યું હું બધું મેનેજ કરીશ જેમ મેં ફાસ્ટ બોલરોને મેનેજ કર્યા છે,શોના પ્રમોશનલમાં ચામડાના કપડાવાળા દેખાવ પર ટિપ્પણી કરતા, ગાંગુલીએ મજાકમાં કહ્યું, મારું ચામડાનું જેકેટ મારા કરતા વધુ લોકપ્રિય બન્યું છે.

ગાંગુલીના ઘરનો રિયલ બોસ કોણ છે, જાણો

તેમના પોતાના ઘરમાં વાસ્તવિક ‘બિગ બોસ’ કોણ છે તે પૂછવામાં આવતા, ગાંગુલીએ હસીને જવાબ આપ્યો, “મારી પત્ની કે મારી પુત્રી નહીં. સાચી બિગ બોસ મારી માતા છે.ગાંગુલી દ્વારા હોસ્ટ કરાયેલ, બિગ બોસ બાંગ્લા 30 ઓગસ્ટના રોજ સ્ટાર જલ્શા અને જિઓહોટસ્ટાર પર પ્રીમિયર થશે.હોસ્ટ તરીકે ગાંગુલી બંગાળી ટેલિવિઝન પર પહેલેથી જ એક પરિચિત ચહેરો છે.બિગ બોસ બાંગ્લા છેલ્લે 2016 માં કલર્સ બાંગ્લા પર પ્રસારિત થયું હતું, જેમાં જીતે બીજી સીઝન હોસ્ટ કરી હતી. 2013માં ટેલિકાસ્ટ થયેલી પહેલી સીઝન મિથુન ચક્રવર્તીએ હોસ્ટ કરી હતી.

સલમાન અલગ છે. તેનો પોતાનો એક પ્રકારનો ચાર્મ છે. હું એક સરળ છોકરો છું. એક ઘરનો છોકરો,હું શાહરૂખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર અને અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઓને મળ્યો છું. હું ક્યારેય સલમાનને વ્યક્તિગત રીતે મળ્યો નથી. હું તેને એક વાર ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો હતો. બસ એટલું જ. પરંતુ મને આશા છે કે બિગ બોસ હિન્દી શરુ થતાં સુમંત સલમાનને અમારા સેટ પર લાવે.

ક્રિકેટના દાદા કહેવાતા સૌરવ ગાંગુલીનો આજે છે જન્મદિવસ , બંન્ને ભાઈ રમી ચૂક્યા છે ક્રિકેટ આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">