લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) દર્શકોના દિલમાં અલગ જ જગ્યા ધરાવે છે. આવી જ રીતે આ શોના પાત્રો માટે પણ દર્શકોને અલગ જ માન છે. આવામાં ટપુનો રોલ કરતા રાજ અનાદકટ (Raj Anadkat) ટ્રોલરના નિશાને આવ્યા છે. ખરેખર વાત એમ છે કે રાજ અવાર નવાર મુમમુન દત્તા એટલે કે બબીતાની પોસ્ટ પર કોમેન્ટ કરતા હોય છે. તેમજ મુનમુન (Munmun Dutta) પણ રાજની તસ્વીરો પર કોમેન્ટ્સ વિખેરતી જોવા મળે છે.
બંનેની કોમેન્ટ્સની વાત કરીએ તો આ કોમેન્ટ્સમાં ભરી ભરીને હાર્ટ, કિસ અને પ્રેમ ભર્યા ઈમોજી પણ જોવા મળતા હોય છે. અને આ કારણે હવે સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલ સાથે હવે લોકો અમુક સવાલો પણ ઉઠાવવા લાગ્યા છે.
તાજેતરમાં જ ટપુએ બબીતાજીની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે બંનેને ટ્રોલ કરી દીધા. ખરેખરમાં મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં (Munmun Dutta Instagram) એક રીલ વિડીયો શેર કર્યો છે. જેના કર રાજે “ફાયર અને હાર્ટ ઈમોજી”નો વરસાદ કરી દીધો હતો. ત્યાર બાદ લોકોએ આ કોમેન્ટમાં રાજને ટ્રોલ કર્યો હતો.
એક યુઝરે રાજ અને મુનમુન પર ગંભીર આરોપો લગાવતા કહ્યું, ‘લાગે છે મુનમુન અને રાજનું અફેર ચાલે છે. કંઇક તો શરમ કરો બંને.’ ઘણા યુઝરે તો બંનેના લગ્ન વિશે પણ સવાલો પૂછી લીધા હતા. ઘણાએ અફેર વિશે પણ સવાલો ઉભા કર્યા.
તમને જણાવી દઈએ કે રાજ અને મુનમુન વચ્ચે સારી મિત્રતા છે. સાથે કામ કરતા કરતા બંને એકબીજાના સારા મિત્રો બની ગયા છે. તેઓ અવાર નવાર સાથે તસ્વીર શેર કરતા રહેતા હોય છે. એટલું જ નહીં તેઓ કોમેન્ટ્સ કરીને એકબીજાને પ્રોત્સાહન આપતા રહેતા હોય છે. અગાઉ પણ આવી કોમેન્ટ્સના કારણે વિવાદ સર્જાઈ ચૂક્યો છે.
આ પણ વાંચો: Video: જ્યારે આમિરને ગાંગુલીના ઘરમાં નહોતી મળી એન્ટ્રી, ગાર્ડે ગેટ પર જ રોકી લીધા હતા અભિનેતાને
આ પણ વાંચો: Big News: સલમાનનો શો બિગ બોસ TV પહેલા જોવા મળશે આ જગ્યાએ, એ પણ 24 કાલક લાઈવ