Ishaan Khattarની ‘પીપ્પા’નું પોસ્ટર થયું રિલીઝ, 1971ના યુદ્ધ પર આધારિત છે ફિલ્મ

ચાહકો ઈશાન ખટ્ટરને તેના અભિનય માટે જાણે છે. અભિનેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત ધડક ફિલ્મથી કરી હતી. પોતાની પહેલી જ ફિલ્મથી ઈશાને તેમના ચાહકોને પોતાના માટે ક્રેઝી બનાવી દીધા હતા.

Ishaan Khattarની 'પીપ્પા'નું પોસ્ટર થયું રિલીઝ, 1971ના યુદ્ધ પર આધારિત છે ફિલ્મ
Ishaan Khattar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 11:47 PM

આરએસવીપી અને રોય કપૂર ફિલ્મ્સની વોર ફિલ્મ ‘પીપ્પા’નું શૂટિંગ આજથી શરૂ થયું છે. ફિલ્મ સાથે સંકળાયેલા મોટાભાગના કલાકારો અને ક્રૂને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ સંબંધિત તમામ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ઈશાન ખટ્ટર (Ishaan Khattar) અભિનીત આ ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ આજથી અમૃતસરમાં શરૂ કરવામાં આવ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મના ફર્સ્ટ લુકનું પણ અનાવરણ કર્યું હતું, જેમાં અભિનેતા ઈશાન ખટ્ટર પોતાનું પાત્ર બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાના રુપમાં જોવા મળ્યા, આ પોસ્ટરની ટેગલાઈન છે: “1971: A Nation Comes of Age”, આ ફિલ્મ ભારતીય ઈતિહાસમાં એક ગૌરવપૂર્ણ અધ્યાયને દર્શાવતા આને પુનરાવૃત્તિ કરશે.

View this post on Instagram

A post shared by Ishaan (@ishaankhatter)

 

કોણ બનાવી રહ્યું છે ફિલ્મ

આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે પ્રોડક્શન હાઉસે પોતે બ્રિગેડિયર મહેતાને આમંત્રણ આપ્યું અને તેમની પાસેથી ફિલ્મની પહેલી ક્લૈપ મેળવી અને ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું. નિર્માતા રોની સ્ક્રુવાલા (આરએસવીપી) કહે છે, “મને આનંદ છે કે અમે પીપ્પાનું શૂટિંગ શરૂ કર્યું અને બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાએ પોતે જ ફિલ્મની પહેલી ક્લૈપ આપી.

આ રીતે એક સકારાત્મક નોટ પર શેડ્યૂલની શરૂઆત કરવી, પ્રોડક્શન દરમિયાન એક સ્થિર ગતિ સુનિશ્ચિત કરે છે. અમે એક સ્ટાર કલાકારોની ટુકડી અને ફિલ્મ ડાયરેક્ટર રાજા કૃષ્ણ મેનન સાથે જે યુદ્ધ ફિલ્મો માટે સમજદાર નજર રાખે છે તેમની સાથે આ ફિલ્મની શુટિંગ શરુ કરવા માટે આતુર છીએ.

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર (રોય કપૂર ફિલ્મ્સ) કમેન્ટ કરે છે, “જ્યારે મેં પહેલી વાર ન્યાયી યુદ્ધની ફ્રન્ટલાઈન્સ પર એક કુટુંબની બહાદુરી અને લચીલેપનની અદભૂત વાર્તા સાંભળી, ત્યારે મને લાગ્યું કે આ વાર્તા બધાને બતાવી જોઈએ. મને અત્યંત આનંદ છે કે અમે RSVP સાથે મળીને આ વાર્તાને વિશાળ કેનવાસ આપવા સક્ષમ છીએ.

અમારી પાસે રાજા જેવા આશાસ્પદ નિર્દેશક અને એક અદભૂત કાસ્ટ અને ક્રૂ છે, જે આ દ્રષ્ટિને જીવંત કરશે. આખી ટીમ આજથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છે અને અમને આશા છે કે અમે આવતા વર્ષે થિયેટરોમાં દર્શકો માટે ખૂબ જ ખાસ સિનેમેટિક અનુભવ લઈને આવવાના છીએ. ”

શું કહે છે ફિલ્મના નિર્દેશક

ડિરેક્ટર રાજા કૃષ્ણ મેનન કહે છે “હું મારી અદભૂત કાસ્ટ અને ક્રૂ સાથે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. અમે બધાએ આ દિવસ માટે સખત મહેનત કરી છે. હું બહાદુરી અને સ્વતંત્રતાની આ અદ્ભુત વાર્તા દર્શકો માટે લાવવા આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. ”

આ એકશનથી ભરપુર પહેલી એવી વોર ફિલ્મ છે, જે યુદ્ધના દિગ્ગજ બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાની પુસ્તક ‘ધ બર્નિંગ ચાફીસ’ પર આધારિત છે. ઓસ્કર વિજેતા એઆર રહેમાનના સંગીત હશે. ફિલ્મ પીપ્પામાં ઈશાન ખટ્ટર બ્રિગેડિયર મહેતાના પાત્રમાં જોવા મળશે, જે 45મી કેવેલરી ટેન્ક સ્ક્વોડ્રનનો ભાગ રહી ચુક્યા છે અને એક અનુભવી સૈનિક છે જેમણે પોતાના ભાઈ બહેનો સાથે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પૂર્વ તરફથી લડ્યા હતા. જેના પરિણામે ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ આઝાદ થયો હતો.

આ ફિલ્મનું કેન્દ્ર લોકપ્રિય વોર ટેન્ક છે જેને પ્રેમથી “પીપ્પા” કહેવામાં આવે છે. પીપ્પા એટલે ખાલી ઘીનો ડબ્બો જે સરળતાથી પાણીમાં તરી શકે છે. આ આઈકોનિક આર્મી ટેન્ક પર ફિલ્મ કેન્દ્રિત છે. આરએસવીપી અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્મિત પીપ્પામાં ઈશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પેન્યુલી અને સોની રાઝદાન જોવા મળશે.

આ પણ વાંચો :- મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ

આ પણ વાંચો :- Salman Khan અભિનીત ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને લઈ આવ્યું મોટું અપડેટ, ફિલ્મ બંધ થવા પર નિર્માતાઓએ તોડ્યું મૌન

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">