મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ

આવકવેરા વિભાગે બુધવારે બોલીવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે અભિનેતાના મુંબઈના ઘરનો 'સર્વે' કર્યો છે.

આવકવેરા વિભાગે (Income Tax Department) બુધવારે બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)ના ઘરે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગે અભિનેતાના મુંબઈના ઘરનો ‘સર્વે’ કર્યો છે.

 

અધિકારીઓએ તેના ઘર પર દરોડાની માહિતી આપી છે. મળતી માહિતી મુજબ મુંબઈમાં હાજર સોનુ સૂદને લગતા કુલ 6 સ્થળોએ આવકવેરા વિભાગનો સર્વે ચાલી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દિલ્હી સરકારના મેન્ટરશિપ પ્રોગ્રામ માટે અભિનેતા બ્રાન્ડ એમ્બેસેડર બન્યાના થોડા દિવસો બાદ ટેકસ સર્વે આવ્યું છે.

 

જણાવી દઈએ કે સોનુ સૂદે આમ આદમી પાર્ટી સાથે બેઠક પણ કરી હતી, જેમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે રાજકારણમાં પ્રવેશ કરશે. પછી અભિનેતાએ પોતે જાણ કરી હતી કે તે રાજકારણમાં જોડાવાના નથી.

 

ઉલ્લેખનીય છે કે કોરોના સમયગાળા દરમિયાન સોનુ સૂદ ગરીબો માટે મસીહા બની ગયા હતા. તેમણે સ્થળાંતર કરનારા હજારો જરૂરિયાતમંદોને મદદ કરી હતી. એટલું જ નહીં, ભોજન અને ઘરે જવા સુધી તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જ્યારે દર્દીઓ માટે હોસ્પિટલ અને ઓક્સિજન જેવી આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત હતી, ત્યારે પણ તેઓએ લોકોને ખૂબ ઉત્સાહથી મદદ કરી.

 

ઘણી રાજ્ય સરકારોએ સોનુ સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યા છે. જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. આ સિવાય સોનુ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશીપ પ્રોગ્રામ પણ ચલાવે છે. તેઓ દેશના 16 શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપી રહ્યા છે. તેઓ હજુ પણ લોકોને વિવિધ રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. જેના કારણે તેની બધે પ્રશંસા થઈ રહી છે.

 

 

આ પણ વાંચો:- Ankita Lokhandeએ પવિત્ર રિશ્તા 2 વિશે ટ્રોલ કરવા વાળાને આપ્યો યોગ્ય જવાબ, કહ્યું- મને ખરાબ નથી લાગતું

 

આ પણ વાંચો :- Rashami Desaiએ ડીપ નેક ડ્રેસમાં જીત્યું ચાહકોનું દિલ, ફોટા જોઈને કહ્યું ‘મારી ક્વીન’

Click on your DTH Provider to Add TV9 Gujarati