AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત-રાધિકાને આર્શીવાદ આપવા પહોચ્યાં PM મોદી, સમ્માનમાં ઉભા થઈ ગયા અંબાણીના VVIP મહેમાનો-Video

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટે શુક્રવારે મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા. જે બાદ મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનંત-રાધિકાને આર્શીવાદ આપવા પહોચ્યાં PM મોદી, સમ્માનમાં ઉભા થઈ ગયા અંબાણીના VVIP મહેમાનો-Video
PM Modi came to bless Anant Radhika
Devankashi rana
| Edited By: | Updated on: Jul 15, 2024 | 9:04 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા અને નવવિવાહિત યુગલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા. આ વેડિંગ રિસેપ્શનને ‘શુભ આશીર્વાદ’ નામ આપવામાં આવ્યું હતું. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટે પીએમ મોદીના આશીર્વાદ લેવા માટે તેમના ચરણ સ્પર્શ કર્યા.

આ દરમિયાન PM નરેન્દ્ર મોદીનું મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ સ્વાગત કર્યું હતું અને તેમને સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. અહીં અનેક હસ્તીઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, બિઝનેસ ટાયકૂન્સ અને રાજનેતાઓ પીએમ મોદીના સમ્માનમાં ઉભા થઈ ગયા હતા અને તેમનું સ્વાગત કર્યું હતુ.

અનંત-રાધિકાએ આશીર્વાદ લીધા

અનંત-રાધિકાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપતા પીએમ મોદીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન પીએમએ તેમને શગુન પણ આપ્યા હતા.

સ્ટાર્સે લગ્ન સમારોહને યાદગાર બનાવ્યો હતો

શુક્રવારે આ લગ્નની સાથે જ ભારત અને વિદેશમાં મહિનાઓથી ચાલી રહેલા લગ્ન પહેલાના કાર્યક્રમોનો અંત આવ્યો હતો. શનિવારે રિસેપ્શન માટે આમંત્રિત કરાયેલા મહેમાનો મોટે ભાગે એ જ લોકો હતા જેઓ એક દિવસ અગાઉ લગ્નમાં આવ્યા હતા. અહીં હાજર લોકોમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રણબીર કપૂર સામેલ હતા.

આ સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો

આશીર્વાદ સમારોહમાં શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત સહિત ભારત અને વિદેશની હસ્તીઓએ ભાગ લીધો હતો. અમેરિકન રિયાલિટી ટીવી આર્ટિસ્ટ કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો કાર્દાશિયને પણ તેમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ શુભ આશીર્વાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

દિગ્ગજ રાજનેતાઓ આશીર્વાદ આપવા પહોંચ્યા

ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર અને બોરિસ જોન્સન અને સાઉદી અરામકોના સીઈઓ અમીન એચ નાસર પણ મહેમાનોની યાદીમાં સામેલ હતા. આ સિવાય જે રાજનેતાઓએ લગ્નમાં હાજરી આપી હતી તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ હતા. .

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">