નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્નની ડોક્યુમેન્ટરી, ફેન્સ માટે બનશે સ્પેશિયલ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Jul 21, 2022 | 8:27 PM

સાઉથની ફેમસ એક્ટ્રેસ નયનતારા (Nayanthara) અને ડાયરેક્ટર વિગ્નેશ શિવનના હાલમાં લગ્ન થયા હતા, પરંતુ હવે તેમના લગ્નની ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્નની ડોક્યુમેન્ટરી, ફેન્સ માટે બનશે સ્પેશિયલ
nayanthara-vignesh
Image Credit source: Instagram

સાઉથની જાણીતી એક્ટ્રેસ નયનતારા (South Actress Nayanthara) અને ડાયરેક્ટર વિગ્નેશ શિવને (Vignesh Shivan) હાલમાં જ લગ્ન કર્યા છે. બંનેના લગ્નમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો હાજર રહ્યા હતા. ચેન્નાઈમાં 9 જૂને થયેલા આ લગ્નમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત, દિગ્ગજ મ્યુઝિશિયન એઆર રહેમાન અને સુપરસ્ટાર સુર્યા સિવાય અન્ય ઘણા સેલિબ્રિટીઝ જોવા મળ્યા હતા. પરંતુ હવે આ બંને સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. વિગ્નેશ શિવન અને નયનતારાના લગ્ન પર એક ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે આ ડોક્યુમેન્ટરી

વિગ્નેશ શિવન અને નયનતારાના લગ્નની ડોક્યુમેન્ટરી ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે. આ ડોક્યુમેન્ટરીનું ડાયરેક્શન ગૌતમ વાસુદેવ મેનને કર્યું છે અને રાઉડી પિક્ચર્સ દ્વારા નિર્મિત છે. આ ડોક્યુમેન્ટ્રીમાં લોકોને વિગ્નેશ શિવન અને નયનતારાની લવસ્ટોરીની એક ઝલક જોવા મળશે. બંનેના લગ્ન ચેન્નાઈના મહાબલીપુરમના એક રિસોર્ટમાં થયા હતા.

નેટફ્લિક્સ ઇન્ડિયાએ આ સીરિઝ હેડ તાન્યા બામીએ એક નિવેદનમાં કહ્યું છે કે, અમે અનસ્ક્રીપ્ટેડ કન્ટેન્ટ માટે એક ઘર જેવા છીએ, જે એકદમ ફ્રેસ અને એટ્રેક્ટિવ છે. ભારતમાં અને તેનાથી બહારના લોકો સાથે જોડાવા માટે તાકાત ધરાવે છે. તાન્યાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘નયનતારા લગભગ 20 વર્ષની તેના કરિયરમાં એક સાચી સુપરસ્ટાર રહી છે. અમે આ જર્ની જોવા માટે વધુ રાહ જોઈ શકતા નથી, જેના કારણે વિગ્નેશ સાથે આ લગ્ન નક્કી થયા હતા.’

ફેન્સ આ ડોક્યુમેન્ટરીને લઈને વધુ ઉત્સાહિત

સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ નયનતારાના ફેન્સે ટ્વિટર પર આ સમાચાર શેર કર્યા અને કહ્યું કે, આ સુપર સ્પેશિયલ બનવા જઈ રહ્યું છે. અન્ય એક ફેન્સે લખ્યું કે, આ એક અવિશ્વસનીય સુપર વુમનની ખાસ અને મહાન વાર્તા બનવા જઈ રહી છે.

આ પણ વાંચો

‘જવાન’માં શાહરૂખ સાથે જોવા મળશે નયનતારા

વિગ્નેશ શિવન અને નયનતારાના લગ્ન પહેલા તિરુપતિમાં થવાના હતા પરંતુ કેટલાક કારણોસર આ પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. આ જાણકારી વિગ્નેશ શિવને જૂનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. તેમના લગ્નમાં હાઈપ્રોફાઈલ લોકો સામેલ થયા હતા, જેમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન પણ સામેલ હતા. નયનતારા ટૂંક સમયમાં ડાયરેક્ટર અતલીની ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાન સાથે જોવા મળશે. નયનતારા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગની તસવીરો સામે આવી છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati