સલમાન ખાન ટૂંક સમયમાં કરશે બિગ બોસ 16નો પ્રોમો શૂટ, પરંતુ ભાઈજાનના ફેન્સને આ કારણે પહેલી ઝલક માટે જોવી પડશે રાહ

બિગ બોસ સિરીઝ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ, મરાઠી, બંગાળી જેવી ઘણી ભાષાઓમાં ઓન એર થાય છે. સલમાન ખાનના બિગ બોસ 16 (Bigg Boss 16) વિશે એક મોટું અપડેટ આવી રહ્યું છે.

સલમાન ખાન ટૂંક સમયમાં કરશે બિગ બોસ 16નો પ્રોમો શૂટ, પરંતુ ભાઈજાનના ફેન્સને આ કારણે પહેલી ઝલક માટે જોવી પડશે રાહ
salman-khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 4:10 PM

બિગ બોસ ઓટીટી પોસ્ટપોન થયા બાદ હવે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સલમાન ખાનનું બિગ બોસ 16 ક્યારે શરૂ થશે. પરંતુ Tv9 ભારતવર્ષ પર આ જાણકારી સૌથી પહેલા મળી છે કે ફેન્સને આ વર્ષે બિગ બોસ 16 (Bigg Boss 16) માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે કારણ કે આ શો પહેલા બિગ બોસ મરાઠીની શરૂઆત થશે. પરંતુ જો અમારા સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં જ સલમાન ખાન (Salman Khan) અપકમિંગ નવી સિઝનનો પ્રોમો શૂટ કરવાનો છે. પરંતુ આ પ્રોમો જોવા માટે દર્શકોએ પણ વધુ રાહ જોવી પડશે.

જાણો ક્યારે શૂટ થશે બિગ બોસનો પ્રોમો

સલમાન આવતા અઠવાડિયે એટલે કે જુલાઈના અંતમાં બિગ બોસ 16નો પ્રોમો શૂટ કરવાનો છે. મુંબઈની ફિલ્મસિટીમાં સલમાન આ શૂટિંગ કરશે. સામાન્ય રીતે પ્રોમોનું શૂટિંગ થયા બાદ એક અઠવાડિયામાં આ વીડિયો ઓન એર થઈ જાય છે. ઘણી વખત એક-બે દિવસમાં પ્રોમો ચેનલ તરફથી લાઈવ કરવામાં આવે છે પરંતુ આ વખતે એક્ટરની ઝલક જોવા માટે એક મહિના સુધી રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો

અહીં જુઓ બિગ બોસના હોસ્ટ સલમાન ખાનના કેટલાક વીડિયો

ટીવી પર જોવા માટે ફેન્સને જોવી પડશે રાહ

હાલમાં મેકર્સે બિગ બોસ 16 ના પ્રોમોને સપ્ટેમ્બર મહિનામાં પહેલા વીકમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ સલમાનની ફિલ્મના શૂટિંગ શેડ્યૂલને ધ્યાનમાં રાખીને તે આ શૂટિંગ પહેલાથી જ પૂરું કરી રહ્યો છે. પરંતુ આ શૂટિંગ બિગ બોસના સેટ પર થશે કે ફિલ્મ સિટીના કોઈ સ્ટુડિયોમાં તે હજુ સ્પષ્ટ થયું નથી. મોટાભાગે પ્રોમો શૂટ બિગ બોસના સેટ પર જ થાય છે પરંતુ હજુ સુધી આ સીટનું કન્સ્ટ્રક્શન પૂરું થયું નથી. દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસિટી)માં બિગ બોસ મરાઠી અને બિગ બોસ હિન્દીના બંને સેટ પર કામ ચાલી રહ્યું છે. હંમેશની જેમ આ પ્રોમો પણ મનોરંજનથી ભરપૂર હશે.

ઘણા મોટા નામ થઈ શકે છે સામેલ

દર વર્ષની જેમ આ વર્ષે પણ બિગ બોસ માટે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોનો અપ્રોચ કરવામાં આવ્યો છે. સનાયા ઈરાની, દિવ્યાંકા ત્રિપાઠી, અર્જુન બિજલાની, શિવાંગી જોશી જેવા ઘણા મોટા નામ ચેનલની ‘વિશ લિસ્ટ’માં છે. પરંતુ આ સીઝન માટે તેમાંથી કોણ ‘હા’ કહેશે તે જોવાનું રસપ્રદ રહેશે. સલમાન ખાનનો આ શો રોહિત શેટ્ટીના “ખતરો કે ખિલાડી” ને રિપ્લેસ કરી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારની ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી.

g clip-path="url(#clip0_868_265)">