Shilpa Shettyની પણ મુંબઈ પોલીસ કરી શકે છે પૂછપરછ, રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી કોર્ટે કસ્ટડીમાં મોકલ્યો

રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની પણ આ કેસમાં પૂછપરછ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર મુંબઈ પોલીસ ટૂંક સમયમાં શિલ્પાને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે.

Shilpa Shettyની પણ મુંબઈ પોલીસ કરી શકે છે પૂછપરછ, રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી કોર્ટે કસ્ટડીમાં મોકલ્યો
Shilpa Shetty, Raj Kundra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:45 PM

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) હાલમાં હેડલાઈન્સનો એક ભાગ બની ગઈ છે. તેમના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની સોમવારે મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. રાજ પર અશ્લીલ ફિલ્મ્સ બનાવવાનો આરોપ છે. રાજને 23 જુલાઈ સુધી કોર્ટે કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જો અહેવાલોનું માનવામાં આવે તો હવે મુંબઈ પોલીસ આ મામલે શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી શકે છે.

એક અહેવાલ મુજબ હવે રાજ કુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની પણ આ કેસમાં પૂછપરછ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર મુંબઈ પોલીસ ટૂંક સમયમાં શિલ્પાને પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાના મોટાભાગના બિઝનેસમાં તેમની ભાગીદાર છે, જેના કારણે તેમની પૂછપરછ થઈ શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાજનો ફોન થયો સીઝ

સોમવારે રાજ કુંદ્રાની મુંબઈની ક્રાઇમ બ્રાંચ દ્વારા કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ રાજની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને સવારે ચાર વાગ્યે મેડિકલ માટે જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ બાદ રાજને મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. મંગળવારે રાજને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો.

તે પછી રાજ અને તેની કંપનીના આઈટી હેડ રાયન થોર્પેને 23 જુલાઈ સુધી કોર્ટે કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યાં તેમની વધુ તપાસ માટે પૂછપરછ કરવામાં આવશે. રાજ કુંદ્રાનો ફોન પણ કબજે કરાયો હતો. જેની તપાસ કરવામાં આવશે અને વધુ ઈલેક્ટ્રોનિક એવિડેન્સ જપ્ત કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ રાજ કુંદ્રાએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં આશરે 8થી 10 કરોડનું રોકાણ કર્યું હતું. રાજ તેના ભાઈ સાથે મળીને આ બિઝનેસ કરતા હતા. તેમનો આ ભાઈ બ્રિટનમાં છે, જેની સાથે તેમણે એક કંપની બનાવી હતી. આ કંપનીનો બિઝનેસ ભારતથી થતો હતો. વીડિયો ભારતમાં શૂટ કરવામાં આવ્યા અને ત્યારબાદ વી ટ્રાન્સફર દ્વારા યુકેમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. રાજ કુંદ્રાના આઈટી હેડ રયાન થોર્પેને બધી ખબર હતી કે કેવી રીતે લિંક્સને મોકલવામાં આવી રહી છે, તેને આ આખા રેકેટની જાણકારી હતી.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શિલ્પા શેટ્ટી 14 વર્ષ પછી ફિલ્મ હંગામા 2 સાથે બોલીવુડમાં પાછા ફરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે પરેશ રાવલ, મીઝાન જાફરી અને પ્રણીતા સુભાષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 23 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં શિલ્પા તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી.

આ પણ વાંચો: 2900 કરોડની સંપત્તિના માલિક છે રાજ કુંદ્રા, જાણો કયા- ક્યા ક્ષેત્રમાં ફેલાયો છે કારોબાર

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">