2900 કરોડની સંપત્તિના માલિક છે રાજ કુંદ્રા, જાણો કયા- ક્યા ક્ષેત્રમાં ફેલાયો છે કારોબાર

લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાએ ભારતને કર્મભુમિ બનાવી. જો કે તેમના પુર્વજો પંજાબના છે. રાજ કુંદ્રાના પિતા લુધિયાણામાં કંડક્ટર તરીકે કામ કરતા હતા અને બાદમાં તેમણે ધંધો શરૂ કર્યો હતો.

2900 કરોડની સંપત્તિના માલિક છે રાજ કુંદ્રા, જાણો કયા- ક્યા ક્ષેત્રમાં ફેલાયો છે કારોબાર
Raj Kundra And Shilpa Shetty
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 20, 2021 | 6:04 PM

દેશના જાણીતા ઉદ્યોગપતિ(Businessman) અને પ્રખ્યાત બોલીવુડ(Bollywood) અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે ગઈકાલે રાત્રે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને ફરતી કરવાનો આરોપ છે.

આ જ સંદર્ભમાં મુંબઈ(Mumbai) પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને એ જ સંદર્ભમાં રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ મામલામાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રા બિઝનેસ વિશ્વમાં મોટું નામ ધરાવતા હોવાથી લોકોને તેની ‘નેટવર્થ’ જાણવામાં વધુ રસ હોય છે.

મોટી હસ્તીઓની કમાણી વિશેની જાણકારી મેળવવા માટે ઘણા લોકોને રસ હોય છે. ચાલો આપણે અહીં જાણીએ કે રાજ કુંદ્રા શું કરે છે અને તે કેટલી કમાણી કરે છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે. સૌથી પહેલા તેમની જીંદગીથી જોડાયેલા રસપ્રદ પાસાઓ વિશે માહિતી મેળવીએ.

રાજ કુંદ્રાએ તેનો અભ્યાસ પુરો નથી કર્યો તેમ છતાં બિઝનેસની દુનિયામાં ભલ-ભલાં ભણેલાઓને પાછળ છોડ્યાં છે. નાનપણથી જ દેશ-વિદેશમાં ફરવાનો અને નવા-નવા બિઝનેસ વિશે જાણવાના શોખને કારણે તેમની ગણતરી વિશ્વના શ્રીમંત બિઝનેસમેનમાં થાય છે.

રાજ કુંદ્રાએ નેપાળમાં પશ્મિના શાલના વ્યવસાયથી શરૂઆત કરી. તે ઉદ્યોગપતિ હોવાથી ભારતની જાણીતી હસ્તીઓ સાથે પહેલેથી જ પરિચિત હતો. રાજ કુંદ્રાએ તેનો પૂરો લાભ લીધો અને સેલિબ્રિટીઓને પશ્મિના શાલનું વેચાણ શરૂ કર્યું. એક દશકામાં આ પ્રકારના વ્યવસાયમાં નિપુણતા મેળવી.

લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાએ ભારતને કર્મભુમિ બનાવી. જો કે તેમના પુર્વજો પંજાબના છે. રાજ કુંદ્રાના પિતા લુધિયાણામાં કંડક્ટર તરીકે કામ કરતા હતા અને બાદમાં તેમણે ધંધો શરૂ કર્યો હતો. પિતાના પગલે ચાલતા રાજ કુંદ્રાએ પણ ધંધો શરૂ કર્યો અને ટૂંક સમયમાં જ તેનો બિઝનેસ ભારત સહિત બ્રિટન અને દુબઈમાં પણ ફેલાઈ ગયો. ચાલો હવે તેમની કમાણી વિશે જાણીએ.

રાજ કુંદ્રાનો કારોબાર સ્ટીલ પ્લાન્ટ, ફેશન ઉદ્યોગ, સ્થાવર મિલકત, બાંધકામ, ફોરેક્સ રોકાણ અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલો છે. https://starsnetworth.in/raj-kundra-net-worth/ દ્વારા એક અહેવાલથી જાણાવા મળ્યું છે કે રાજ કુંદ્રા એક વર્ષમાં લગભગ  100 મિલિયન ડોલર કમાય છે. રાજ કુંદ્રાને Richest British Asianના લીસ્ટમાં 198મું સ્થાન મળ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2021માં રાજ કુંદ્રાની કુલ સંપત્તિ (Net Worth) લગભગ 2,900 કરોડ રૂપિયા છે. યુએસ ડોલરમાં આ આંકડો 400 મિલિયનની નજીક છે.

starsnetworth.in વેબસાઈટ જણાવે છે કે રાજ કુંદ્રાને 2017માં 2300 કરોડ, 2019 માં 2,350 કરોડ, 2020માં 2,500 કરોડ અને વર્ષ 2021માં 2,900 કરોડની સંપત્તિ છે. આ બિઝનેસ સિવાય તેમણે બીજી ઘણા બિઝનેસમાં રોકાણ કરેલું છે, તેમાંથી પણ સારી આવક મેળવે છે. રાજ કુંદ્રા અન્ય બોલિવૂડ હસ્તીઓ સાથે મળીને સ્પોર્ટ્સ અને એથ્લેટ ટીમોને ખરીદે છે તેમજ સ્પોન્સર પણ કરે છે. આ તમામ પ્રકારના બિઝનેસને સમાવી લેવામાં આવે તો રાજ કુંદ્રાની નેટવર્થ 2,900 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: એક વર્ષમાં બંધ થઈ ગયા આ 9 ટીવી શો, એક શોને તો માત્ર 3 અઠવાડિયામાં લાગી ગયું તાળું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati