ટાઈગર 3 રિવ્યૂ : એક્શન અને ડાયલોગ્સ વચ્ચે, ‘ટાઈગર 3’ ખરાબ સ્ક્રીનપ્લેથી ફસાઈ, જોવા મળ્યો સલમાનનો સ્વેગ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લાંબી રાહ જોયા બાદ ભાઈજાને તેના ચાહકો અને સિનેમા પ્રેમીઓને દિવાળીની ભેટ તરીકે મુવી આપી છે. તે ટાઇગર તરીકે સ્ક્રીન પર પાછો આવ્યો છે અને તેની ઝોયા એટલે કે કેટરિના કૈફને પણ સાથે લાવ્યો છે. તો આ મુવીના રિવ્યૂ શું રહ્યા છે તે વાંચો.

ટાઈગર 3 રિવ્યૂ : એક્શન અને ડાયલોગ્સ વચ્ચે, 'ટાઈગર 3' ખરાબ સ્ક્રીનપ્લેથી ફસાઈ, જોવા મળ્યો સલમાનનો સ્વેગ
tiger 3 review
Follow Us:
| Updated on: Dec 11, 2023 | 7:26 PM

મુવી : ટાઈગર 3, ડિરેક્ટર : મનીષ શર્મા, કાસ્ટ : સલમાન ખાન, કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી, રેટિંગ : 2.5 સ્ટાર, રિલીઝ : સિનેમાઘર

સલમાન ખાનની ફિલ્મ ‘એક થા ટાઈગર’માંથી આપણને બૉલીવુડને સ્પાઈ યૂનિવર્સ મળી છે. આ યૂનિવર્સ એક્શન અને રોમાંચ તેમજ રોમાન્સ અને લાગણીઓથી ભરપુર ભરેલું છે. આમાં અમે RAW એજન્ટ અવિનાશ સિંહ રાઠોડ ઉર્ફે ટાઈગર અને ઝોયા હુમાઈમીને એકબીજા સાથે ટક્કર અને એકબીજાના પ્રેમમાં પડતા જોશો. RAW અને ISI એજન્ટોમાં ટાઈગર અને ઝોયાની ભૂમિકામાં સલમાન અને કેટરિના કૈફને જોરદાર એક્શનમાં જોવું એ કોઈ નાની વાત નથી. ઘણા સમય બાદ બંને એકસાથે જોવા મળ્યા.

સ્ટોરી

‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મો પછી સલમાન ખાને દિવાળીના અવસર પર આ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘ટાઈગર 3’ સાથે મોટા પડદા પર એન્ટ્રી કરી છે. ઘણા સિનેમાઘરોમાં ફિલ્મનો પહેલો શો પૂરો થઈ ગયો છે અને અમે જણાવી દઈએ કે આ ફિલ્મ કેવી છે.

નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત
બજેટ 2024 માં મોટી જાહેરાત... જાણો શું થયું સસ્તું અને શું મોંઘું?

ફિલ્મની શરૂઆત વર્ષ 1999માં થાય છે, જ્યાં એક નાની છોકરી અને તેના પિતા બોક્સિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. વ્યક્તિનું નામ નઝર રાખેલું હોય છે. જે તેની એકમાત્ર પુત્રી સાથે લંડનમાં રહે છે. નઝર આઈએસઆઈનો એજન્ટ છે. તેમના આકસ્મિક મૃત્યુ પછી તેમની પુત્રી પણ એજન્ટ બનવાનું નક્કી કરી લે છે. આ છોકરી એજન્ટ આતિશ રહેમાન (ઇમરાન હાશ્મી) ને મળે છે, જે પાછળથી તેનો માર્ગદર્શક અને પરિવાર બને છે. આ રીતે સ્ટોરી આગળ વધે છે.

ટાઇગર આતિશની સામે આવે છે. આતિશ ટાઈગર અને ઝોયા સમક્ષ એક શરત મૂકે છે, તેનો પુત્ર જુનિયર દાવ પર છે. તે બંને મજબૂરીમાં તેની વાત માની લે છે, પરંતુ તેઓ નથી જાણતા કે આતિશ રહેમાનની સાચો પ્લાન શું હોય છે. શું ટાઈગર આ બધું કરી શકશે અને તેને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, આ ફિલ્મમાં આગળ શું છે તે તો હવે તમારે જ જોવું પડશે.

ફિલ્મમાં શું ખાસ અને શું ખરાબ છે?

સલમાન ખાનના ચાહકોની સાથે બાકીના દર્શકો પણ ‘ટાઈગર 3’ જોવા ઉત્સાહિત છે, પરંતુ આ ફિલ્મ વિચારીએ એટલી સારી ન બની. આપણે બધાએ સલમાન ખાનના પાત્ર ટાઈગરને સ્વેગમાં જોયો છે. પરંતુ ‘ટાઈગર 3’માં ટાઈગર સ્વેગ સાથે થાકેલો વધુ દેખાય છે.

ઝોયા જરૂર કરતાં વધુ લાચાર છે અને આતિશ જરૂર કરતાં વધુ દુષ્ટ છે. અભિનયની વાત કરીએ તો ત્રણેય કલાકારોએ પોત-પોતાના પાત્રો સારી રીતે નિભાવ્યા છે, પરંતુ તેઓ તમારા પર જોઈએ તેવી કોઈ છાપ છોડી શકતા નથી.

પટકથા સંભાળી ન શક્યા

આ ફિલ્મમાં કુમુદ મિશ્રા, ગૈવી ચહલ, અનંત વિધાત, રેવતી, રિદ્ધિ ડોગરા, વિશાલ જેઠવા જેવા મહાન કલાકારો જોવા મળ્યા છે. સપોર્ટિંગ કાસ્ટમાં દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકા સારી નિભાવી છે, પરંતુ કોઈ પાત્ર એટલું સારું દર્શાવવામાં આવ્યું નથી કે તમે તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શકો.

ફિલ્મમાં શું થઈ રહ્યું છે અને શા માટે થઈ રહ્યું છે તે અંગેના પ્રશ્નો તમારા મનમાં વારંવાર આવતા રહે છે. ફિલ્મના ઘણા સીન એકદમ નાના છોકરાઓ ટાઈપની છે. દિગ્દર્શક મનીષ શર્માએ વાર્તા અને સ્ટારકાસ્ટને વ્યવસ્થિત રીતે લીધી, પરંતુ તેઓ પટકથા સંભાળી શક્યા નહીં.

સલમાનના ફેન હોય તો એક તક આપવી

સલમાનના ટાઈગરની સાથે-સાથે દરેક વ્યક્તિ શાહરૂખ ખાન જોવા માંગતી હતી અને આ સીનને ફિલ્મની લાઈફ કહેવામાં આવી રહ્યો છે. શાહરૂખ ખાનનો કેમિયો જોરદાર છે અને તેણે તેની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે. પઠાણ અને ટાઈગરને એકસાથે જુગલબંધી કરતા જોવું ખૂબ જ રોમાંચક છે.

આ સિવાય બાકીની ફિલ્મ એકદમ કંટાળો આવે તેવી છે. એક્શન પર સખત મહેનત કરવામાં આવી છે. એકંદરે આ ટાઈગર સિરીઝની અત્યાર સુધીની સૌથી શાનદાર ફિલ્મ છે. પરંતુ જો તમે સલમાનના ફેન છો તો તમે તેને તક આપી શકો છો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
ખાંભામાં વરસાદી મૌસમની મજા માણતા સિંહ પરિવારનો જુઓ વીડિયો
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
ધડેચી ગામે NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ, વર્તુ-2 ડેમના 2 દરવાજા ખોલ્યા
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
રાજ્યના 111 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, સૌથી વધુ નખત્રાણામાં 3.9 ઈંચ
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
નેચરલ ફાર્મિંગ શું છે? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ?
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
ઉપલેટામાં ધોધમાર વરસાદના પગલે શાળામાં ભરાયા પાણી
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">