Falguni Pathak : ‘દાંડિયા ક્વીન’ ફાલ્ગુની પાઠકને ક્યારેક ગીત ગાતા પિતા તરફથી મળ્યો હતો ઠપકો, પણ આજે લોકોના દિલો પર કરે છે રાજ

|

Mar 12, 2023 | 12:39 PM

ઘણા લોકો ફાલ્ગુનીના અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. તેમના પરિવારમાં બધા કોણ છે? તે કેવી રીતે બન્યા દાંડિયા ક્વિન? કેવી રીતે કરી કરીયરની શરુઆત. તેમજ તે બોલિવૂડથી કેમ દૂરી બનાવી રાખે છે?, જાણો ફાલ્ગુની પાઠકના અંગત જીવનની કેટલીક વાતો.

Falguni Pathak : દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકને ક્યારેક ગીત ગાતા પિતા તરફથી મળ્યો હતો ઠપકો, પણ આજે લોકોના દિલો પર કરે છે રાજ
Falguni Pathak

Follow us on

‘દાંડિયાની ક્વિન’ કહેવાતી ફાલ્ગુની પાઠકનો આજે જન્મ દિવસ છે. તેના 90ના દાયકાના આઇકોનિક ગીત ‘મૈંને પાયલ હૈ છંકાઇ’ , ઓ પીયા , સાવનમેં મોરની બનકે જેવા આઈકોનીક ગીતો આપ્યા છે. જે ગીતોને લઈને લોકો ફાલ્ગુનીના વખાણ કરતા આજે પણ થાકતા નથી. ચાહકોએ કહે છે કે ફાલ્ગુનીના ગીતો અને તેના અવાજની તોલે કોઈ ન આવી શકે.

ત્યારે આ બધાની વચ્ચે ઘણા લોકો ફાલ્ગુનીના અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. તેમના પરિવારમાં બધા કોણ છે? તે કેવી રીતે બન્યા દાંડિયા ક્વિન? કેવી રીતે કરી કરીયરની શરુઆત. તેમજ તે બોલિવૂડથી કેમ દૂરી બનાવી રાખે છે? જો તમે પણ આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા છો, તો તમને અહીં તમામ જવાબો મળી જશે.

મુંબઈમાં અભ્યાસ કર્યો

ફાલ્ગુની પાઠકનો જન્મ 12 માર્ચ 1969 ના રોજ થયો હતો. કહેવાય છે કે તેણે મુંબઈની એક કોલેજમાંથી B.Com કર્યું છે. તે ગાયક, કલાકાર અને સંગીતકાર પણ છે. તેમનું સંગીત ગુજરાતના પરંપરાગત સંગીત સ્વરૂપ પર આધારિત છે. તેણે 1987માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

‘બધું જાતે જ થયું..’ને હું સિંગર બની ગઈ

આ વાતનો ખુલાસો ખુદ ફાલ્ગુની પાઠકે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેની કારકિર્દીની શરૂઆત જે રીતે થઈ તે જાણીને તમને આશ્ચર્ય થશે. ફાલ્ગુનીએ કહ્યું હતું કે આ બધું તેની જાતે જ થયું છે. હું બસ મને ગમતા કામ પર કામ કરતી ગઈ અને મને સિદ્ધિ મળતી રહી.

માતા પાસેથી શીખ્યા ગુજરાતી ગીતો

ફાલ્ગુની પાઠકના અંગત જીવનની વાત કરીએ તો તેણે લગ્ન કર્યા નથી. તેને ચાર બહેનો છે. મળતી માહિતી મુજબ, તેમને બાળપણમાં રેડિયો સાંભળવાનો શોખ હતો અને અહીંથી જ તેમને ગાવામાં રસ પડ્યો. માત્ર 9 વર્ષની ઉંમરે તેણે પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ તો તેને ઠપકો આપ્યો હતો. કહેવામાં આવે છે કે તે માટે તેમણે પિતાના ઠપકાનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતી પરિવારમાં જન્મેલી ફાલ્ગુની બાળપણથી જ ગરબા સાંભળીને મોટી થઈ છે. તેણીની માતાએ તેણીને ગુજરાતી પરંપરાગત ગીતો શીખવ્યા અને બાદમાં ફાલ્ગુનીએ નવરાત્રીના કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું. 1994 માં, તેણે ‘તા થૈયા’ નામનું પોતાનું બેન્ડ બનાવ્યું. આ બેન્ડ દ્વારા તેણે ઘણા દેશોમાં પરફોર્મ કર્યું.

5 વર્ષ સુધી તાલીમ લીધી

ફાલ્ગુનીએ ભવદીપ જયપુરવાલે પાસેથી સ્વર સંગીતની 5 વર્ષની તાલીમ લીધી છે. વર્ષ 2002 માં, તેણીએ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં પોતાનો હાથ અજમાવ્યો અને દિલ વિલ પ્યાર વ્યાર અને દિલ હૈ તુમ્હારા જેવી ફિલ્મોમાં યોગદાન આપ્યું છે.

પહેલુ જ સોંગ રહ્યું હિટ

ફાલ્ગુની પાઠકનું પહેલું આલ્બમ 1998માં રિલીઝ થયું હતું. ધીમે ધીમે તેના ગીતો બધે ફેલાઈ ગયા. તેણે બોલિવૂડ ફિલ્મો માટે ઘણા ગીતો પણ રેકોર્ડ કર્યા છે. તેના મોટા ભાગના મ્યુઝિક વીડિયો લવ સ્ટોરીઝ પર આધારિત હતા. તેમજ ફાલ્ગુની વિશે તમે ભાગ્યે જ જાણતા હશો કે તે ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ઘણી વખત આવી ચૂક્યા છે, ‘કૌન બનેગા કરોડપતિ’, ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’, ‘બા બહુ ઔર બેબી’ જેવી સિરિયલોમાં જોવા મળ્યા હતા.

બોલિવૂડથી કેમ દૂર રહે છે?

ફાલ્ગુની પાઠકે એક વખત કહ્યું હતું કે તેને બોલિવૂડમાંથી ઘણી ઑફર્સ મળે છે, પરંતુ તે સ્ટેજ શો કરીને ખુશ છે. તેણે કહ્યું કે જો તમે બોલિવૂડમાં કામ કરો છો તો તમારે ડબલ કામ કરવું પડશે. તેથી જ તેણે ક્યારેય બોલિવૂડને ગંભીરતાથી લીધું નથી.

Next Article