કાર્તિક આર્યનનો (Kartik Aaryan Viral Video) ભોજપુરી ગીત લોલીપોપ પર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્તિક તેના કઝિનના લગ્નમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં પોતાની ફિલ્મ શહજાદાને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. પરંતુ શહજાદાને દર્શકોએ બહુ પસંદ કર્યો નથી. ફિલ્મને લઈને દર્શકોના મિક્સ રિએક્શન સામે આવી છે. શહજાદાએ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે. શહજાદા ફિલ્મ એક્ટર કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્તિક આર્યન લગ્નમાં જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં કાર્તિક ભોજપુરી ગીત પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત
— Shehzada of Bollywood #KartikAaryan (@KartikSjaan) February 24, 2023
ભોજપુરી ગીત પર કાર્તિકે કર્યો ડાન્સ
કાર્તિક આર્યનના ફેન પેજ દ્વારા આ વીડિયો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન ફેમસ ભોજપુરી ગીત લોલીપોપ લાગેલુ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કાર્તિકે સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો છે અને તેમના મિત્રો સાથે ભોજપુરી ગીતો પર ડાન્સ કરતા જોવા મળી રહ્યો છે. આ સાથે આ વીડિયોમાં કાર્તિકના પિતા પણ પાછળ ડાન્સ કરતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ કાર્તિકનો આ ડાન્સ વીડિયો તેના કઝીનના લગ્નનો છે.
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ફિલ્મ શહજાદા હાલમાં જ 17 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. પરંતુ શહજાદાને વધુ સફળતા મળી નથી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી. આ ફિલ્મમાં કાર્તિક સાથે એક્ટ્રેસ કૃતિ સેનન જોવા મળી છે. આ એક એક્શન કોમેડી ફિલ્મ છે. જેનું નિર્દેશન રોહિત ધવને કર્યું છે.
તેલુગુ ફિલ્મની રીમેક છે આ ફિલ્મ
તમને જણાવી દઈએ કે શહજાદા તેલુગુ ફિલ્મ આલા વૈકુંઠપુરમલોની હિન્દી રીમેક છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી, જેમાં અલ્લુ અર્જુન જોવા મળ્યો હતો. કાર્તિક આ ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મને સોશિયલ મીડિયા પર લોકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.