Ambani Family: આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની દીકરીનું નામ છે ખુબ જ સુંદર, અર્થ જાણી તમે પણ ખુશ થઈ જશો

આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા અંબાણીએ તાજેતરમાં એક પુત્ર બાદ એક પુત્રીને જન્મ આપ્યો છે અને ફરી માતા-પિતા બન્યા છે. જો કે અંબાણી પરિવારના નવા સભ્યનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું ન હતુ. પરંતુ હવે આ કપલે દીકરીનું નામ જાહેર કર્યું છે.

Ambani Family: આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની દીકરીનું નામ છે ખુબ જ સુંદર, અર્થ જાણી તમે પણ ખુશ થઈ જશો
Akash Ambani and Shloka Mehta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 9:29 AM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા અંબાણીએ તાજેતરમાં એક પુત્ર બાદ એક પુત્રીને જન્મ આપ્યો છે અને ફરી માતા-પિતા બન્યા છે. જો કે અંબાણી પરિવારના નવા સભ્યનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું ન હતુ. પરંતુ હવે આ કપલે દીકરીનું નામ જાહેર કર્યું છે, જેને જાણીને ફેન્સ પણ ખૂબ જ ખુશ છે. સાથે જ આકાશ અને શ્લોકાની દીકરીની એક ઝલક જોવા માટે પણ ફેન્સ આતુર છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે આકાશ અને શ્લોકા અંબાણીએ પોતાની દીકરીનું નામ શું રાખ્યું છે.

શ્લોકા અને આકાશ અંબાણીની દિકરીનું નામ જાહેર

મીડિયા રીપોર્ટ મુજબ, ગૌરવપૂર્ણ માતા શ્લોકા મહેતા અને પિતા આકાશ અંબાણીએ એક સત્તાવાર નિવેદનમાં 31 મેના રોજ જન્મેલી તેમની પુત્રીનું નામ વેદા આકાશ અંબાણી રાખ્યું છે. નામના અર્થ વિશે વાત કરીએ તો, વેદા એ એક સંસ્કૃત નામ છે, જેનો અર્થ થાય છે “જ્ઞાન”.

ભારતનું તે રેલ્વે સ્ટેશન જેના પછી દેશની સરહદ સમાપ્ત થાય છે.
100 બોલમાં ડબલ સેન્ચુરી, છગ્ગા-ચોગ્ગાની મદદથી 200 રન
શું તમે પણ રાત્રે AC ચાલુ રાખીને સૂઈ જાઓ છો? જાણી લો આ વાત
ફટાફટ ચાર્જ થઈ જશે તમારો સ્માર્ટફોન, જાણી લો આ સિક્રેટ ટ્રિક
સરગવાના પાન છે સુપર ફુડ, જાણો તેને ખાવાના ફાયદા
કંકોડા ખાવાથી થાય છે અઢળક ફાયદા

ઓફિશિયલ સ્ટેટમેન્ટ વિશે વાત કરતાં અંબાણી પરિવારે લખ્યું હતું કે, “ભગવાન કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી નાની બહેનનો જન્મ થયો છે આથી પૃથ્વી તેની નાની બહેન વેદા આકાશ અંબાણીના જન્મની જાહેરાત કરવા માટે તેઓ ઉત્સાહિત છે.”

2020માં પ્રથમ બાળકને આપ્યો જન્મ

નોંધપાત્ર રીતે, દંપતીના પ્રથમ બાળક પૃથ્વી આકાશ અંબાણીનો જન્મ ડિસેમ્બર 2020 માં થયો હતો. તે જ સમયે, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના ભવ્ય ઉદઘાટન સમારોહ દરમિયાન શ્લોકા મહેતાની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી, તે ઘણી વખત બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ માર્ચ 2019 માં મુંબઈમાં એક ભવ્ય સમારંભમાં હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા, જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી.

આકાશ-શ્લોકાની દીકરીનો ફોટો

View this post on Instagram

A post shared by @varindertchawla

થોડા દિવસો પહેલા અંબાણી પરિવાર પહેલીવાર બાળક સાથે જોવા મળ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શ્લોકાએ તેના પરિવાર સાથે પુત્રી વેદાનું અંબાણી પરિવારમાં સ્વાગત કર્યું હતું. આની કેટલીક તસવીરો પણ સામે આવી હતી, જેમાંથી એક તસવીરમાં નીતા અંબાણી પોતાની પૌત્રીને હાથમાં પકડેલી જોવા મળી હતી. આ દરમિયાન તેમના ચહેરા પર દાદી બનવાની ચમક સ્પષ્ટ દેખાતી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">