Restricts Child Entry in Cinema : 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ સમયે સિનેમા હોલમાં નહીં મળે એન્ટ્રી, જાણો કારણ
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સિનેમા હોલમાં જવાના સમય વિશે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાઈકોર્ટના આદેશ મુજબ, આ વયના બાળકોને રાત્રે 11:00 વાગ્યાથી લઈને સવારે 11:00 વાગ્યા સુધી સિનેમા હોલમાં પ્રવેશવાની મંજૂરી ન આપવા જણાવ્યું છે.

સોમવારે તેલંગાણા હાઈકોર્ટે ફિલ્મ ટિકિટના ભાવ, ખાસ શો માટેની પરવાનગીઓ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન, બેન્ચની નોંધમાં લાવવામાં આવ્યું કે બાળકો મોડી રાત્રે અને વહેલી સવારે સિનેમા હોલમાં જતા હોવાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે.
કોર્ટને એ પણ યાદ અપાયું કે ફિલ્મ “પુષ્પા 2” ના પ્રીમિયર શો દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આવા ઘટનાઓને ધ્યાનમાં રાખીને, કોર્ટે યોગ્ય નિયંત્રણોની જરૂરિયાત દર્શાવી.
સરકારી વિભાગ સાથે ચર્ચા અને હાઈકોર્ટનો આદેશ
તેલંગાણા હાઈકોર્ટે ગૃહ વિભાગ સાથે ચર્ચા કર્યા પછી નક્કી કર્યું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સિનેમા હોલમાં પ્રવેશ માટે સમય મર્યાદા લાગુ કરવી જોઈએ. ન્યાયાધીશ બી. વિજય સેન રેડ્ડીની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ સંદર્ભમાં મહત્વપૂર્ણ સૂચન આપ્યું.
સિનેમેટોગ્રાફી નિયમોના સંદર્ભમાં, બાળકોને સવારે 8:40 પહેલા અને બપોરે 1:30 પછી સિનેમાઘરમાં જવાની મંજૂરી નથી. હાઈકોર્ટે સુચન કર્યું કે બાળકો માટે વહેલી સવારે અને મોડી રાત્રે ફિલ્મ જોવા માટે પ્રતિબંધ હોવો જોઈએ.
અગત્યના પગલાં અને આગામી સુનાવણી
તેલંગાણા હાઈકોર્ટે હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવને આ મામલે યોગ્ય નિર્ણયો લેવા માટે માર્ગદર્શન આપ્યું છે. તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ, કોર્ટે આગામી સુનાવણી 22 ફેબ્રુઆરીએ રાખવાની જાહેરાત કરી છે.
આ નિર્ણય સિનેમા ઇન્ડસ્ટ્રી અને માતા-પિતાઓ માટે મહત્વનો ગણાશે, કારણ કે તે બાળકોની સુરક્ષા અને કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આગામી સુનાવણીમાં આ મામલે વધુ સ્પષ્ટતા થાય તેવી શક્યતા છે.