‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નું ટ્રેલર થયું રિલીઝ, શાહરૂખની ફિલ્મ ‘પઠાન’ સાથે થશે ટક્કર, જુઓ Movie Trailer
Gandhi Godse Ek Yudh: રાજકુમાર સંતોષીની (Rajkumar Santoshi) ફિલ્મ 'ગાંધી ગોડસે એક યુદ્ધ'નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં મહાત્મા ગાંધી અને ગોડસે વચ્ચે જોરદાર ડાયલોગ હશે. ગાંધીના રોલમાં દીપક અંતાની અને ગોડસેના રોલમાં ચિનમય મંદેલકર જોવા મળશે.
Gandhi Godse Ek Yudh Movie Trailer: ફેમસ ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં મહાત્મા ગાંધી અને તેમના હત્યારા નાથુરામ ગોડસેને સામસામે બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ સાથે રાજકુમાર સંતોષી લગભગ નવ વર્ષ બાદ નિર્દેશનની દુનિયામાં પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં ફેમસ સંગીતકાર એઆર રહેમાને મ્યૂઝિક આપ્યું છે. ફિલ્મના ટ્રેલરની ફેન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મમાં જોરદાર ડાયલોગ છે જે ફિલ્મને મજબૂત બનાવે છે.
ટ્રેલરમાં ગાંધી-ગોડસે સામસામે મળ્યા જોવા
ટ્રેલરમાં મહાત્મા ગાંધી અને ગોડસે વચ્ચેના વિચારોનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાનના ભાગલાનું દુ:ખ બતાવવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆત જોરદાર ડાયલોગ્સ સામેલ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં ગાંધીને લઈને એક ડાયલોગ આવે છે, ‘ગાંધી સરકાર કરતા મોટા છે… ગાંધી કાનૂન કરતા મોટા છે… ગાંધી દેશ કરતા મોટા છે… મહાત્મા છે… તેમને કેવી રીતે રોકવા? ? આ પછી, જવાહરલાલ નેહરુ ફિલ્મમાં એક જોરદાર ડાયલોગ બોલે છે. ‘કોઈપણ વ્યક્તિ એક દિવસમાં ગોડસે બની શકે છે, પરંતુ ગાંધી બનવામાં વર્ષો લાગે છે’…જ્યારે ગાંધીજી કહે છે કે હિંસા કરતાં માનવતાનો કોઈ મોટો દુશ્મન નથી’…ગોડસે કહે છે કે મેં જે કર્યું છે તેના પર મને ગર્વ છે. આના પર ગાંધી કહે છે કે તમારે ગર્વ કરવો જોઈએ કે શરમ આવવી જોઈએ તે સમય જ કહેશે.
જોરદાર છે ફિલ્મનું ટીઝર
આ પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં મહાત્મા ગાંધીની હત્યાથી લઈને ગોડસેની ધરપકડ અને તેમના જેલમાં રહેવા સુધીનો સમય બતાવવામાં આવ્યો છે. તેમાં લોહીથી લથપથ લોકો. ચાલતી ગોળીઓ અને રમખાણોની ભયાનકતા બતાવવામાં આવી છે. ટીઝરમાં મહાત્મા ગાંધી કહે છે કે, “જો આ દુનિયાને બચાવવી હોય, માનવતાને બચાવવી હોય તો હિંસા, તમામ પ્રકારની હિંસાનો ત્યાગ કરવો પડશે.”
View this post on Instagram
શાહરૂખની ફિલ્મ ‘પઠાન’ સાથે થશે ટક્કર
ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ 26 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ શાહરૂખ ખાનની ‘પઠાન’ સાથે ટકરાશે. પરંતુ બંને ફિલ્મોની પોતાની ઓડિયન્સ છે. આવી પરિસ્થિતિમાં ક્લેસ થવાની સંભાવના ઓછી છે. ફિલ્મના ડાયરેક્ટરે રાજકુમાર સંતોષીએ કહ્યું કે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી તે દિવસે અન્ય કોની ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’માં મહાત્મા ગાંધીના રોલમાં દીપક અંતાની અને ગોડસેના રોલમાં ચિનમય મંદેલકર જોવા મળી રહ્યા છે. આમાં આરીફ ઝકરિયા અને પવન ચોપરા જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ગણતંત્ર દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ બોક્સઓફિસ પર કમાલ બતાવી શકે છે કે નહીં.