AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નિકલે થે હમ કભી ઘર સે…શાહરુખ ખાનની Dunki ના ઈમોશનલ સોન્ગે જીત્યુ સૌનું દિલ

ડિસેમ્બર 2023માં ધમાકેદાર બોલિવૂડ ફિલ્મો થિયેટર્સ અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ડંકી પણ સિનેમાઘરોમાં દસ્તક દેવા માટે તૈયાર છે. કિંગ ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી છે. જેને જોઈને હજારો ફેન્સ ઈમોશનલ થયા છે.

નિકલે થે હમ કભી ઘર સે...શાહરુખ ખાનની Dunki ના ઈમોશનલ સોન્ગે જીત્યુ સૌનું દિલ
Dunki Drop 3
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2023 | 5:07 PM
Share

તમારા પરિવાર સહિત લગભગ દરેક ઘરમાંથી 1-2 વ્યક્તિ પરિવારથી દૂર વિદેશમાં ભણવા અને નોકરી માટે જતા હોય છે. ઘરથી દૂર રહેતા લોકોને દરેક સમયે પોતાના પરિવારની ચિંતા હોય છે. હજારો માઈલ દૂર હોવા છતા પરિવારના લોકો તેમના દિલની સૌથી નજીક હોય છે. આવા લોકોને કિંગ ખાનની નવી ફિલ્મ ડંકીનું સોન્ગ ખુબ પસંદ આવશે.

હાલમાં જ કિંગ ખાને તેની આગામી ફિલ્મ ડંકીનું એક નવું ગીત શેયર કર્યું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે તેણે આ ગીતને અલગ અંદાજમાં રજૂ કર્યું છે. શાહરૂખ ખાને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરી છે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

ખાસ વાત એ છે કે તેણે આ પોસ્ટ હિન્દી ભાષામાં લખી છે. ખરેખર, આમાં તેણે તેની ફિલ્મ ડંકીનો એક ડાયલોગ લખ્યો છે. તેની સાથે તેણે Dunki ડ્રોપ 3 લોન્ચ કર્યું છે.

ગીત શેર કરતી વખતે, કિંગ ખાને કેપ્શન પણ ખૂબ જ સુંદર લખ્યું છે. તેણે લખ્યું છે કે, “આજે હું આ ગીત તમારી સાથે શેર કરી રહ્યો છું જે મારા દિલમાં આવી ગયું હતું. રાજુ અને સોનુ ફક્ત નામથી આપણા જ લોકો લાગે છે. અને બંનેએ કમ્પોઝ કરેલ આ ગીત પણ તેમનું પોતાનું છે. તે આપણા પરિવારના સભ્યો વિશે છે, તે આપણી જમીન વિશે છે… તે આપણા દેશના હાથોમાં આશ્વાસન શોધવાની છે. ક્યારેક આપણે બધા આપણા ઘરથી… ગામથી… શહેરથી… જીવન જીવવા માટે દૂર જઈએ છીએ. પરંતુ આપણું હૃદય આપણા ઘરોમાં જ રહે છે… દેશમાં જ.

ડંકીને ક્યારે રિલીઝ કરવામાં આવશે?

શાહરૂખે પોસ્ટની નીચે લખ્યું છે કે ડંકીનો આ તેનો ફેવરિટ ડાયલોગ છે. તમને જણાવી દઈએ કે કિંગ ખાનની આ વર્ષની ત્રીજી સૌથી મોટી ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે રિલીઝ થશે. તાપસી પન્નુ આ ફિલ્મમાં તેની સાથે પહેલીવાર સ્ક્રીન શેયર કરતી જોવા મળશે. ફેન્સ પણ ડંકીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે શું શાહરૂખ તેની અગાઉની ફિલ્મોની જેમ આ ફિલ્મથી પણ બોક્સ ઓફિસ પર કમાણી કરે છે?

આ પણ વાંચો સાત ગોળી વાગ્યા બાદ પણ જીવિત રહ્યા હતા સામ માણેકશા, જાણો 1971ના યુદ્ધના હીરોની કહાની

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">