સાત ગોળી વાગ્યા બાદ પણ જીવિત રહ્યા હતા સામ માણેકશા, જાણો 1971ના યુદ્ધના હીરોની કહાની

1971ના યુદ્ધમાં, જ્યારે ભારતે સૈન્ય શક્તિના આધારે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી, ત્યારે યુદ્ધના મોટા હીરો આર્મી ચીફ સામ માણેકશા હતા. જેમણે યુદ્ધની વ્યૂહરચનાનું આયોજન અને સેનાનું નેતૃત્વ કર્યું હતું. માણેકશાના નેતૃત્વને કારણે જ પાકિસ્તાની સેનાએ માત્ર 14 દિવસમાં આત્મસમર્પણ કર્યું હતું.

સાત ગોળી વાગ્યા બાદ પણ જીવિત રહ્યા હતા સામ માણેકશા, જાણો 1971ના યુદ્ધના હીરોની કહાની
Sam Manekshaw
Follow Us:
| Updated on: Nov 29, 2023 | 9:29 PM

ભારતીય સેનાના બહાદુર જનરલ સામ માણેકશા પરની બાયોપિક 1 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. વિકી કૌશલ સામ માણેકશાની ભૂમિકામાં જોવા મળશે. ત્યારે આજે અમે તમને ભારતીય સેનાના જનરલ રહી ચુકેલા બહાદુર માણેકશાની બહાદુરી અને તેમના જબરદસ્ત વ્યક્તિત્વ વિશે જણાવીશું.

1971ના યુદ્ધમાં, જ્યારે ભારતે સૈન્ય શક્તિના આધારે પાકિસ્તાનની કમર તોડી નાખી હતી, ત્યારે યુદ્ધના મોટા હીરો આર્મી ચીફ સામ માણેકશા હતા. જેમણે યુદ્ધની વ્યૂહરચનાનું આયોજન અને સેનાનું નેતૃત્વ કર્યું હતું. માણેકશાના નેતૃત્વને કારણે જ પાકિસ્તાની સેનાએ માત્ર 14 દિવસમાં આત્મસમર્પણ કર્યું હતું.

સાત ગોળી વાગ્યા બાદ પણ જીવિત રહ્યા હતા સામ માણેકશા

સામ માણેકશાનું પૂરું નામ સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા હતું. પરંતુ તેમના મિત્રો, તેમની પત્ની અને તેમની સાથે જોડાયેલા ઘણા ખાસ લોકો તેમને સેમ કહીને બોલાવતા હતા. આ સિવાય તેમને ‘સામ બહાદુર’ નામથી પણ ઓળખવામાં આવતા હતા.

Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો
શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા
ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય

સામ માણેકશાના જીવનચરિત્ર લખાયેલા પુસ્તકમાં ઉલ્લેખ કરાયા મુજબ માણેકશા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મા મોરચે જાપાની સૈનિકો સામે લડી રહ્યા હતા. આ દરમિયાન એક જાપાની સૈનિકે તેની મશીનગનમાંથી માણેકશોના શરીરમાં 7 ગોળીઓ મારી દીધી હતી. આ ગોળીઓ તેમના આંતરડા, લીવર અને કિડનીને વીંધી ગઈ હતી.

આમ છતાં તે ગોળીઓ પણ તેમનું કંઈ બગાડી શકી ન હતી. સામ માણેકશાની હાલત જોઈને ડોક્ટરોને પણ વિશ્વાસ નહોતો કે તે બચી જશે. ડૉક્ટરે તેમના શરીરમાં પ્રવેશેલી ગોળીઓ કાઢી અને તેના આંતરડાના ક્ષતિગ્રસ્ત ભાગને કાઢી નાખ્યો. ઓપરેશનના કારણે તેઓ બચી ગયા. બાદમાં તેમને માંડલ લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને રંગૂન અને પછી ભારત પરત લાવવામાં આવ્યા હતા.

સામ બહાદુર દેશના બીજા ફિલ્ડ માર્શલ બન્યા હતા

પંજાબના અમૃતસરમાં જન્મેલા સામ માણેકશોની પસંદગી 1932માં બ્રિટિશરો દ્વારા સ્થાપિત ભારતીય મિલિટરી એકેડમીમાં કરવામાં આવી હતી. તેઓ અકાદમીની પ્રથમ બેચના સભ્ય હતા. નોકરીમાં જોડાયાના 37 વર્ષ બાદ તેમને સ્વતંત્ર ભારતની સેનાનું નેતૃત્વ કરવાની તક મળી. વર્ષ 1969માં તેમને આર્મી ચીફના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર

1971ના યુદ્ધમાં તેમના ઉત્તમ નેતૃત્વને કારણે તેઓ નેશનલ હીરો બની ગયા હતા. 1973માં તેમની નિવૃત્તિની આગલી રાત્રે, તેમને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. ફિલ્ડ માર્શલના પદ સુધી પહોંચનાર સામ દેશના બીજા વ્યક્તિ હતા. આ પહેલા કેએમ કરિઅપ્પા ફિલ્ડ માર્શલ બની ચૂક્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">