બોલિવૂડમાં (Bollywood) ઘણા એવા પ્લેબેક સિંગર્સ છે, જેમણે પોતાના અવાજથી લોકોના દિલમાં એવી જગ્યા બનાવી છે, જે ભાગ્યે જ કોઈ એક્ટર કરી શક્યો હોય. આમાંથી એક ગીતના બાદશાહ ગાયક શાનનું નામ છે. પ્લેબેક સિંગર શાંતનુ મુખર્જી જેઓ તેમના ચાહકોમાં “શાન’ તરીકે જાણીતા છે. તેઓ આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર આપણે જાણીશું કે, તેના ક્યા સુપરહિટ ગીતો (Superhit songs) છે, જેણે તેની કારકિર્દી બદલી છે.
‘દિલ ચાહતા હૈ’, ‘ફના’, ‘સાવરિયા’, ‘3 ઈડિયટ્સ’ જેવી મહાન ફિલ્મો માટે પોતાનો બુલંદ અવાજ આપનારા શાન એક ગાયકની સાથે સાથે અભિનેતા અને શોનો હોસ્ટ પણ છે. સંગીતકારના પરિવારમાં જન્મ્યા હોવાથી તેમને બાળપણથી જ સંગીતમાં રસ હતો. આ જ કારણ હતું કે, તેણે 17 વર્ષની ઉંમરે ગાયક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોપ, જાઝ, દેશભક્તિ, રોમેન્ટિક, હિપ હોપ, રોક જેવા તમામ પ્રકારના ગીતો ગાયા. એટલું જ નહીં તેણે કોંકણી, કન્નડ, બંગાળી, પંજાબી, નેપાળી, અંગ્રેજી, હિન્દી, ઉડિયા, મલયાલમ, તેલુગુ, મરાઠી અને આસામી ભાષામાં ગીતો ગાયા છે.
ચાંદ સિફારીશ
માય દિલ ગોઝ
જબ સે તેરે નૈના
ચાર કદમ
યે હવાયે
ચુરા લિયા હૈ તુમને
આજ ઉનસે મિલના હૈ
બહતી હવા સા થા વો
તુમ હો તો લગતા હૈ
સુન જરા