ફેમસ ફિલ્મ ડાયરેકટર સંજય લીલા ભણસાલી ‘હીરામંડી’ નામની વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે. આ વેબ સિરીઝ દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. અવારનવાર તેને લઈને કેટલીક અપડેટ બહાર આવતી રહે છે. લોકો પણ આ સિરીઝની રાહ જોઈ રહ્યા છે. હવે મેકર્સે પણ આ સિરીઝનું એક ગીત રિલીઝ કર્યું છે, જેને જોયા પછી લોકો ‘હીરામંડી’ માટે વધુ એક્સાઈટેડ થઈ જશે. જે ગીત સામે આવ્યું છે તેનું ટાઈટલ ‘સકલ બન’ છે. તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવી દઈએ.
સંજય લીલા ભણસાલી સ્ટાઈલ- હીરામંડીનું આ પહેલું ગીત છે અને મેકર્સે તેને એટલી સુંદર રીતે બનાવ્યું છે કે આ સીરિઝ પાસેથી અપેક્ષાઓ પણ વધી જાય છે. દર વખતે કંઈક નવું કરવાની તેમની સ્ટાઈલ માટે સંજય લીલા ભણસાલી જાણીતા છે, તેમની સ્ટાઈલની ઝલક આ ગીતમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે.
અમીર ખુસરોના લિરિક્સ – આ ગીતના જે લિરિક્સ છે, તે અમીર ખુસરોના સમયના છે અને તેને જ તેને લખ્યું હતું. તેમના શબ્દોને સિંગર રાજા હસને પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત સાંભળવું ગમે તેવું છે.
સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યું છે – આ ગીતને મનીષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ અને શર્મિન સેહગલ સાથે ફિલ્માવવામાં આવ્યું છે. આ તમામ એક્ટ્રેસ સાથે કેટલાક બેકગ્રાઉન્ડ ડાન્સરને પણ ગીતમાં સામેલ કરવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતું લોકેશન પણ એવું છે કે તે ગીતના શબ્દો સાથે મેચ કરે છે. લિરિક્સ હોય, અવાજ હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય, એક્ટ્રેસ અને બેકગ્રાઉન્ડ ડાન્સર્સના કોસ્ચ્યુમ હોય કે પછી લોકેશન હોય, બધું જ એકદમ ક્લાસિક ફીલ આપે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય લીલા ભણસાલીની આ અપકમિંગ સિરીઝમાં લગભગ 6-7 ગીતો હશે. તેણે અલગથી એક વર્ષ માટે માત્ર સંગીત પર કામ કર્યું. આ સિરીઝમાં સોનાક્ષી સિન્હા પણ લીડ રોલમાં છે. વેબ સિરીઝની રિલીઝ ડેટ હજુ આવી નથી, પરંતુ આવનારા સમયમાં તે નેટફ્લિક્સ પર જોવા મળશે.
આ પણ વાંચો: ‘અપના ફોન બંધ કરો, ડિલીટ કરો ઈસે’, સલમાન ખાનને ફેન પર આવ્યો ગુસ્સે , જુઓ Viral Video
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો