AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફાયરિંગના એક દિવસ બાદ સલમાન ખાને વીડિયો શેર કર્યો, આપી આ મોટી માહિતી

14 એપ્રિલના રોજ સલમાન ખાનના ઘરની બહાર એક ફાયરિંગ થયું હતુ. આ ઘટના બાદ સૌ કોઈ આ વાતને લઈ ચિંતામાં છે. હવે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ પર ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે અભિનેતા સુરક્ષિત છે.

ફાયરિંગના એક દિવસ બાદ સલમાન ખાને વીડિયો શેર કર્યો, આપી આ મોટી માહિતી
| Updated on: Apr 15, 2024 | 5:35 PM
Share

14 એપ્રિલના રોજ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતુ. લોરેન્સ બિશ્રોઈના ભાઈ અનમોલ બિશ્રોઈએ ફેસબુક પોસ્ટ શેર કરી આ ઘટનાની જવાબદારી લીધી હતી. ત્યારબાદ અભિનેતાના ઘરની બહાર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ પોલીસે વધુ તપાસ પણ કરી રહી છે. સામાન્ય વ્યક્તિથી લઈ મોટા સેલિબ્રિટી પણ આ વાતને લઈ ચિંતામાં છે. ત્યારે આ વચ્ચે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

એક બ્રાન્ડને પ્રમોટ કરતા જોવા મળ્યો

15 એપ્રિલના રોજ સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો ક્લિપમાં સલમાન ખાન ‘Being Strong’ને પ્રમોશન કરી રહ્યો છે. સલમાન ખાને આ વિશે વાત કરતા કહ્યું કે, આ બ્રાન્ડ હવે દુબઈમાં પણ ઉપલબ્ધ થશે. આ સાથે તેમણેઅન્ય કેટલીક વાતો પણ શેર કરી હતી.

ચાહકો કરી રહ્યા છે પ્રમોટ

વીડિયોના કોમેન્ટમાં લોકો સલમાન ખાન પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક ચાહકે લખ્યું આખા હિન્દુસ્તાનના આશીર્વાદ તમારી સાથે છે. અન્ય કહ્યું ભાઈ તમને જોઈને લાગી નથી રહ્યું કે, તમે કોઈ ટેન્શનમાં હોય. ભાઈની વાત પણ અલગ જ છે. એક કહ્યું અપટેડ આપવાનો અંદાજ કાંઈ અલગ જ છે.

કોણ છે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર કાલુ

જે વ્યક્તિએ બોલિવુડ સુપરસ્ટારના ઘર પર ફાયરિંગ કર્યું છે તેનું નામ વિશાલ રાહુલ છે. તેને કાલુ કહેને પણ બોલાવવામાં આવે છે. વિશાલ ગુરુગ્રામનો રહેવાસી છે અને તેમણે ઘોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. કાલુની ક્રાઈમ હિસ્ટ્રી પણ રહી ચુકી છે, તેના વિરુદ્ધ 5થી વધુ કેસ નોંઘાય ચુક્યા છે. હાલમાં જ આ કાલુએ હરિયાણાના રોહતકમાં લોરેન્સ બિશ્રોઈના ઈશારા પર એક કારોબારીનું મર્ડર કરી નાંખ્યું છે.

આ પણ વાંચો : લગ્નના મંડપમાં ખુબ જ રડ્યા હતા પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, જુઓ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">