લગ્નના મંડપમાં ખુબ જ રડ્યા હતા પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, જુઓ વીડિયો
કૃતિ અને પુલકિતે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગયા મહિને લગ્ન કરી લીધા હતા. હવે આ કપલના લગ્નનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે. જેને ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

બોલિવુડનું પાવર કપલ એટલે કે, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા તેમણે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા છે. અંદાજે 5 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પુલકિત અને કૃતિે પરિવાર તેમજ ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા છે. તેના લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. ચાહકોને આ કપલના લગ્નના વીડિયો અને ફોટો ખુબ પસંદ આવ્યા હતા. આ વચ્ચે કપલે લગ્નનો વધુ એક વીડિયો ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં કપલનો પ્રેમ જોઈ તમારી આંખોમાં પણ આસું આવી જશે.
લગ્નનો એક અનસીન વીડિયો શેર કર્યો
કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે ગત્ત મહિનાની 15 તારીખે માનેસરમાં સાત ફેરા લીધા હતા. દુલ્હો બનેલા પુલકિતે પોતાના આઉટફિટમાં ગાયત્રી મંત્ર લખાવ્યા હતા. તો કૃતિ પિંક કલરના આઉટફિટમાં ખુબ સુંદર લાગી રહી હતી. લગ્નના એક મહિના બાદ કૃતિ અને પુલકિતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લગ્ન સાથે જોડાયેલી કેટલીક વીધીઓ પણ જોવા મળી રહી છે.
View this post on Instagram
પત્ની માટે લખ્યો હતો લેટર
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પુલકિત પોતાની દુલહનને એક લવ લેટર વાંચી સંભળાવી રહ્યો છે. તે ઘરમાં એન્ટ્રી કરે છે અને ચીસો પાડી તેની દુલ્હનને બોલાવે છે તે કહે છે ઓય દુલહ્ન ક્યાં છો, પુલકિતનો અવાજ સાંભળતા જ કૃતિ બાથ રોબમાં દોડીને પુલકિતની સામે આવે છે. આ વીડિયોમાં તમને મહેંદી, હલ્દી,સંગીત અને ચુડા સેરેમનીની ઝલક પણ જોવા મળશે.
View this post on Instagram
આ વીડિયોને ચાહક ખુબ પ્રેમ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : પ્લાસ્ટિક સર્જરી કરાવી આ બોલિવૂડ સ્ટારે પોતાનો સુંદર ચહેરો બગાડી નાંખ્યો, જુઓ ફોટો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો