Salman Khanએ અક્ષય કુમાર સાથે હાથ મિલાવ્યા, ‘મેં ખિલાડી તુ અનાડી’ પર કર્યો જોરદાર ડાન્સ- જુઓ Viral Video

|

Feb 05, 2023 | 11:52 AM

બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની આગામી ફિલ્મ સેલ્ફીને (Selfie) સતત પ્રમોટ કરી રહ્યા છે. આ દરમિયાન તે સલમાન ખાન સાથે ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે.

Salman Khanએ અક્ષય કુમાર સાથે હાથ મિલાવ્યા, મેં ખિલાડી તુ અનાડી પર કર્યો જોરદાર ડાન્સ- જુઓ Viral Video
Salman khan And Akshay kumar

Follow us on

બોલિવૂડના ખેલાડી કુમાર પોતાની નવી ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. આ દરમિયાન અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ સેલ્ફીને સતત પ્રમોટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં જોવા મળશે. બધાને અક્ષય કુમારની 1994માં આવેલી ફિલ્મ ‘મેં ખિલાડી તું અનાડી’ યાદ હશે. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક પણ ઘણું હિટ રહ્યું હતું.

આ પણ વાંચો : ટાઈગર શ્રોફે ‘મેં ખિલાડી’ સોન્ગ પર અક્ષય કુમાર સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Viral Video

IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?

આ ગીતને અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફીમાં રિક્રિએટ કરવામાં આવ્યું છે. જેના પર ઈમરાન અને અક્ષયે ધમાકેદાર ડાન્સ કર્યો છે. આ ગીત રિલીઝ થઈ ગયું છે. આ દરમિયાન અક્ષયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અક્કીની સાથે સલમાન ખાન પણ જોવા મળી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં અક્ષય સલમાનને તેનો અને ટાઈગરનો ડાન્સ વીડિયો બતાવી રહ્યો છે, જેને જોઈને બંને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

જુઓ વાયરલ વીડિયો….

જે બાદ તરત જ અક્ષય અને સલમાન ઉભા થઈ ગયા અને ‘મેં ખિલાડી તું અનાડી’ પર ડાન્સ કરવા લાગ્યા. અક્કી પહેલા સલમાનને તેના ગીતના ડાન્સ સ્ટેપ કહે છે, સલમાન તેની નકલ કરતો જોવા મળે છે. બંને સુપરસ્ટારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમય બાદ બંનેને સાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. કોમેન્ટ કરતી વખતે યુઝર્સ ફરી એકવાર આ જોડીને ફિલ્મમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

આ વીડિયોને શેર કરતી વખતે અક્ષયે કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે હું ખેલાડી સલમાન ખાનના ઈમેજિનેશનમાં કેપ્ચર થઈ જાય, ત્યારે તેને બીટ સમજાવવામાં થોડીક સેકન્ડ લાગી, તો શું ભાઈ. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અક્ષય અને ઈમરાન સિવાય ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ ‘સેલ્ફી’ 24 ફેબ્રુઆરી, 2023ના રોજ બોક્સ ઓફિસ પર ટકોરા મારવા જઈ રહી છે.

Published On - 11:38 am, Sun, 5 February 23

Next Article