ટાઈગર શ્રોફે ‘મેં ખિલાડી’ સોન્ગ પર અક્ષય કુમાર સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Viral Video

અક્ષય કુમાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'સેલ્ફી'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મના ગીત 'મેં ખિલાડી' પર અક્ષય સાથે ટાઈગર શ્રોફનો (Tiger Shroff and Akshay Kumar) જબરદસ્ત ડાન્સ જોઈને ટાઈગરની માતા આયેશા શ્રોફ પણ રિએક્શન આપતા પોતાને રોકી શકી નહીં. આ ડાન્સનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટાઈગર શ્રોફે 'મેં ખિલાડી' સોન્ગ પર અક્ષય કુમાર સાથે કર્યો જોરદાર ડાન્સ, જુઓ Viral Video
Tiger Shroff - Akshay KumarImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 9:59 PM

ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પહેલા પણ અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ધમાકેદાર અંદાજમાં સાથે જોવા મળ્યા છે. બંને એક્ટર્સ અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’ના ગીત ‘મૈં ખિલાડી’ પર ડાન્સ કરી રહ્યાં છે. ટાઈગર તો ટાઈગર અક્ષયની એનર્જીમાં પણ કોઈ કમી નથી. તેના જબરદસ્ત પર્ફોમન્સને જોઈને ફેન્સ પણ તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ ટાઈગરની માતા આયેશા શ્રોફ અને અર્ચના પુરણ સિંહ પણ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ અક્ષય અને ટાઈગરનો વાયરલ વીડિયો

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ
View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

હાલમાં જ અક્ષય કુમાર અને ઈમરાન હાશમીની અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’નું ગીત ‘મેં ખિલાડી’ રિલીઝ થયું છે. લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર રીલ પણ બનાવી રહ્યા છે. અક્ષયે ટાઈગર શ્રોફ સાથે એક ઈન્સ્ટાગ્રામ રીલ શેયર કરી છે. આ વીડિયોમાં ટાઈગર અને અક્ષય બ્લેક કલરના મેચિંગ આઉટફિટ્સ અને સનગ્લાસ પહેરીને ડાન્સ કરતા જોવા મળે છે. બંને એક્ટર્સ 1994ની ફિલ્મ મેં ખિલાડી તુ અનાડીની પર જોરદાર હૂક સ્ટેપ્સ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય સાથે સૈફ અલી ખાન હતો. ફેન્સ આ ડાન્સને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે.

ફેન્સ સતત કરી રહ્યા છે કોમેન્ટ

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનો શાનદાર ડાન્સ જોઈને ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. ટાઈગર શ્રોફની એનર્જી સાથે અક્ષય કુમારની એનર્જી જોઈને ફેન્સ પણ દંગ રહી જાય છે. એક યુઝરે લખ્યું છે કે ‘ક્યા બાત હૈ અક્કી સર ઈસ ઉંમર મેં એનર્જી’, અનિય એક યુઝરે લખ્યું છે કે ‘વાહ બડે મિયાં છોટે મિયાં’ તો અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘માય ગોડ… મારો મતલબ ટાઈગર મહાન છે પણ અક્ષય સરને જુઓ’. આ સિવાય એક યુઝરે લખ્યું ‘આગ લગા દી’. ફેન્સ સિવાય અર્ચના પુરણ સિંહે હાર્ટ અને ફાયર ઈમોજી શેયર કરી છે. ટાઈગરની માતા આયેશાએ લખ્યું છે કે ‘વેરી ગુડ’.

આ પણ વાંચો : 40 વર્ષની ઉંમરે નેહા ભસીને પોતાના બોલ્ડ ડાન્સથી મચાવી ધૂમ, જુઓ Video

24 ફેબ્રુઆરીએ રિલીઝ થશે ‘સેલ્ફી’

તમને જણાવી દઈએ કે કોમેડી ડ્રામા ફિલ્મ ‘સેલ્ફી’ રાજ મહેતાના ડાયરેક્શનમાં બની છે. આ ફિલ્મનું ટ્રેલર 22 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું. આ ફિલ્મ 24 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. લાંબા સમય પછી ઈમરાન હાશમી મોટાં પડદા પર જોવા મળશે. ઈમરાન અને અક્ષય સાથે આ ફિલ્મમાં ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા જોવા મળશે.

નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે
આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે
ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">