Laal Singh Chaddha: આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ઓટીટી પર રિલીઝ થશે, આ દિવસે સ્ટ્રીમ થશે
આમિર ખાન(Aamir Khan) ની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન સુપર ફ્લોપ સાબિત થઈ છે, પરંતુ તેના ફેન્સને આશા છે કે, તેની આગામી ફિલ્મની સાથે આમિરખાન ફરી એક વખત બોલિવુડમાં શાનદાર સાબિત થઈ શકશે.
Laal Singh Chaddha : 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન (Thug Of Hindustan) પછી આમિર ખાન મોટા પડદા પરથી અંદાજે 2 વર્ષથી દુર હતો, હવે આ સુપર સ્ટારે તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha)ને લઈ ફરી ચર્ચામાં છે, આમિર ખાનની ફિલ્મ સૌથી અલગ હોય છે જેના માટે તેની ફિલ્મો જોવા માટે દર્શકો રાહ જોઈને બેઠા હોય છે. આમિર ખાન(Aamir Khan) તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના ટ્રેલર આઈપીએલ 2022ના ફાઈનલના દિવસે રિલીઝ કરવામાં આવ્યું હતુ, લાલ સિંહ ચઢ્ઢા હોલીવુડની સુપર હિટ ફિલ્મForrest Gumpની ઓફિશિયલ રીમેક છે, મશહુર નિર્દેશક અદ્દૈત ચંદને આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે.
આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા OTT પર પણ રિલીઝ થશે
ફિલ્મના નિર્માતાઓની યોજના છે કે ઓગસ્ટમાં ફિલ્મને મોટા પડદા પર રજૂ કર્યા બાદ તેઓ ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં ઓટીટી પર ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ કરી શકે છે. જો કે, મોટા પડદા પર આ ફિલ્મ રિલીઝ થયા પછી, તેને OTT પર સ્ટ્રીમ થવામાં લગભગ 8 થી 9 અઠવાડિયાનો સમય લાગશે. આમિર ઉપરાંત “લાલ સિંહ ચઢ્ઢા” માં કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.
અહિ જુઓ આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર
અક્ષય કુમારની ફિલ્મની સાથે રિલીઝ થશે આમિર ખાનની ફિલ્મ
રસપ્રદ વાત એ છે કે, આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષયકુમારની ફિલ્મ રક્ષાબંધન બંન્ને એક સાથે રિલીઝ થવા જઈ રહી છે, એટલે કે, બોક્સ ઓફિસ પર આ બંન્ને મોટી ફિલ્મોની ટક્કર નક્કી છે. ફિલ્મ રક્ષાબંધન આનંદ એલ રાય દ્વારા નિર્દિશિત ફેમિલી ડ્રામા છે, કોમેડી પણ છે. રક્ષાબંધન ફિલ્મમાં ભૂમિ પેડનેકર, સહજમીન કૌર, દીપિકા ખન્ના, સાદિયા ખતીબા અને સ્મૃતિ શ્રીકાંત જોવા મળશે. બંન્ને ફિલ્મો મનોરંજનથી ભરપુર છે.
બોક્સ ઓફિસમાં બંન્ને ફિલ્મોની ટક્કરને લઈ અક્ષય કુમારે શું કહ્યું?
બંન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટક્કરને લઈ અક્ષય કુમારનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસનું વીકએન્ડ ફિલ્મો માટે સારું છે, આ વીકમાં બેથી ત્રણ રજાઓ રહે છે, આવા સમયે જો બે ફિલ્મો એક સાથે રિલીઝ થઈ રહી છે તો મનોરંજન પણ ભરપુર હશે, કોરોના મહામારી લગભગ અઢી વર્ષથી હતી જેના માટે એક અઠવાડિયામાં 2 થી 3 ફિલ્મ રિલીઝ થવી કોઈ મોટી વાત નથી.