Alia Bhatt Photos: લંડનથી પરત ફરી આલિયા ભટ્ટ, એરપોર્ટ પર રાહ જોતો જોવા મળ્યો રણબીર કપૂર

આલિયા ભટ્ટ (Alia Bhatt) હવે ટૂંક સમયમાં હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં હતી. તે તેની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ પૂરું કરીને પરત મુંબઈ ફરી છે.

Alia Bhatt Photos: લંડનથી પરત ફરી આલિયા ભટ્ટ, એરપોર્ટ પર રાહ જોતો જોવા મળ્યો રણબીર કપૂર
Alia Bhatt Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 2:58 PM

Alia Bhatt Arrives Mumbai: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ પૂરી કરીને મુંબઈ પરત ફરી છે. થોડા દિવસો પહેલા આલિયાએ કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ભારત પરત આવવાની છે. મોડી રાત્રે આલિયા ભટ્ટ લંડનથી ભારત પહોંચી હતી. તેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે આલિયાને લેવા માટે તેના પતિ અને એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) પોતે મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા. આ દરમિયાન આલિયા અને રણબીર કપૂરના ફોટા અને વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જેને ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આવું હતું આલિયા ભટ્ટનું રિએક્શન

આલિયાને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થતી જોઈને પાપારાઝીઓએ તેની તસવીરો ક્લિક કરી હતી. આલિયા ભટ્ટે વ્હાઈટ લૂઝ ટી-શર્ટ સાથે સફેદ જેકેટ પહેર્યું હતું. સાથે તેણે બ્લેક રંગનું પેન્ટ પણ પહેર્યું હતું. વીડિયોમાં એક્ટ્રેસનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આલિયાને લેવા આવેલા રણબીર કપૂર તેની પત્નીની કારમાં રાહ જોઈ રહ્યો હતો. આ દરમિયાન બંને રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટ રણબીર કપૂરને જોઈને ખૂબ જ એક્સાઈટેડ થઈ ગઈ. આલિયાએ જેવો જ રણબીર કપૂરને જોયો તેની સાથે જ જોરથી ‘બેબી’ બૂમો પાડી અને ઝડપથી ચાલતી કારમાં બેસી ગઈ. જે બાદ બંનેએ એકબીજાને ગળે લગાવ્યા.

આ પણ વાંચો

જુઓ વીડિયો

આલિયાને લેવા એરપોર્ટ પર આવ્યો હતો રણબીર કપૂર

આલિયા ભટ્ટે ગયા મહિને જૂનમાં પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. આલિયા હવે ટૂંક સમયમાં હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં હતી. શૂટિંગ પૂરું કર્યા બાદ શનિવારે મોડી રાત્રે આલિયા ભટ્ટ લંડનથી મુંબઈ પરત ફરી હતી. આ દરમિયાન એક્ટર રણબીર કપૂર તેની પત્ની આલિયાને લેવા એરપોર્ટ પહોંચ્યો હતો. રણબીર અને આલિયા વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું.

એરપોર્ટ પર આલિયાને મળ્યા અભિનંદન

આલિયા ભટ્ટે જ્યારથી પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવ્યું છે ત્યારથી અભિનંદનનો સિલસિલો અટકાયો નથી. આવો જ નજારો મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર આલિયાને જોઈને બધા તેને એક્સાઈટમેન્ટથી અભિનંદન આપવા લાગ્યા હતા. આલિયાએ પણ સ્માઈલ સાથે અને હાથ જોડીને બધાનો આભાર માન્યો હતો. એટલું જ નહીં બધાની નજર આલિયા ભટ્ટના બેબી બમ્પ પર પણ ટકેલી હતી. આલિયાના લગ્નને ત્રણ મહિના પણ પૂરા થયા નથી. આવામાં આટલા મોટા બેબી બમ્પને જોયા પછી દરેક વ્યક્તિ લગ્ન પહેલા પ્રેગ્નન્સી વિશે ચર્ચા કરી રહી છે.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">