પ્યાર, ધોખા ઔર ઝખ્મ, રાજકુમાર અને નોરા ફતેહીના ‘અચ્છા સિલા દિયા’ ગીતે મચાવી ધૂમ, જુઓ Video

|

Jan 19, 2023 | 5:04 PM

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ (Rajkummar Rao) પહેલીવાર મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો છે. રાજકુમાર અને નોરા ફતેહીનું (Nora Fatehi) ગીત 'અચ્છા સિલા દિયા' રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગયું છે.

પ્યાર, ધોખા ઔર ઝખ્મ, રાજકુમાર અને નોરા ફતેહીના અચ્છા સિલા દિયા ગીતે મચાવી ધૂમ, જુઓ Video
Nora Fatehi - Rajkummar Rao
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. એક્ટરે પોતાની શાનદાર એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા છે. નોરા ફતેહીએ પણ બહુ ઓછા સમયમાં લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. હવે આ જોડી પહેલીવાર મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળી છે. રાજકુમાર અને નોરાનું ગીત ‘અચ્છા સિલા દિયા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ જોડીને એકસાથે જોવા માટે દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

‘અચ્છા સિલા દિયા’ ગીત થયું રિલીઝ

રાજકુમાર રાવ પહેલીવાર મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો છે. ટી-સિરીઝ યુટ્યૂબ ચેનલ પર ગીત ‘અચ્છા સિલા દિયા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત સંપૂર્ણપણે પ્યાર અને ધોખા પર આધારિત છે. જેમાં નોરા ફતેહી રાજકુમાર રાવની ગર્લફ્રેન્ડનો રોલ કરતી જોવા મળી રહી છે. આ ગીતમાં જોઈ શકાય છે કે જેમ ગીતના બોલ છે, તેમ સ્ટોરી પણ છે. નોરા રાજકુમારને પ્રેમમાં છેતરે છે અને તેને મારવાની કોશિશ પણ કરે છે. પરંતુ રાજકુમાર બચી જાય છે અને નોરા તેની સામે આવે છે.

સ્ટોરી મુજબ નોરા ફતેહી તેના બોયફ્રેન્ડ સાથે મળીને રાજકુમારને છેતરે છે. છેતરપિંડીથી તે તેની મિલકતના તમામ કાગળો પર સાઈન કરાવી લે છે. જે પછી નોરા તેના બોયફ્રેન્ડ સાથે રાજકુમારને મારવાનો પ્લાનિંગ કરે છે. પરંતુ એક્ટર બચી જાય છે અને તેના ઘરે પહોંચે છે અને જોવે છે કે દરેક તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. જો કે, અંતે, રાજકુમાર બંનેને તે જ જગ્યાએ લઈ જાય છે જ્યાં તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : જીમની બાહર સારા અલી ખાન તેની અતરંગી ચાલના કારણે થઈ ટ્રોલ, Video Viral

રાજકુમારની એક્ટિંગને પણ લોકો કરી રહ્યા છે પસંદ

પરંતુ તેઓ બંને મારતા નથી અને ત્યાંથી જતા રહે છે. આ મ્યુઝિક વીડિયોમાં હંમેશાની જેમ નોરા ફતેહી ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. વિલન બનીને એક્ટ્રેસ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ સાથે જ લોકો રાજકુમારની એક્ટિંગને પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ ગીતને બી-પ્રાકે પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે જાનીએ આ ગીતના બોલ લખ્યા છે. પરંતુ આ ગીત ઘણું જૂનું છે. જેને જાની અને બી પ્રાકે પોતપોતાના અંદાજમાં રીક્રિએટ કર્યું છે.

Next Article