Radhe shyam film: Prabhas એ ચાહકોને આપી ખાસ ભેટ, જન્માષ્ટમીનાં દિવસે રિલીઝ થયું ‘રાધે શ્યામ’ નું રોમેન્ટિક પોસ્ટર
અભિનેતા પ્રભાસના ચાહકોની યાદી ઘણી લાંબી છે. પ્રભાસ તેના અભૂતપૂર્વ અભિનયના આધારે ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં અભિનેતાની ફિલ્મ રાધે શ્યામનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.
ચાહકોનાં દિલો પર રાજ કરનાર બાહુબલી ફેમ પ્રભાસ (Prabhas) ની ફિલ્મોની ચાહકો હમેશા રાહ જોતા હોય છે. પ્રભાસ વિવિધ વિષયોની ફિલ્મો કરીને ચાહકોને ભેટ આપતા રહે છે. લાંબા સમયથી પ્રભાસ તેની આગામી ફિલ્મ રાધે શ્યામને કારણે હેડલાઇન્સમાં છે. આવી સ્થિતિમાં, પ્રભાસનો દરેક ચાહક જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. પૈન ઇન્ડિયા સ્ટારની રોમેન્ટિક ડ્રામા ‘રાધે શ્યામ’ આવતા વર્ષે મકરસંક્રાંતિના દિવસે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રાધે શ્યામ ફિલ્મ (Radhe shyam film) ના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ચાહકોને ફિલ્મમાં રોમાંસનો રંગ જોવા મળશે. આવી સ્થિતિમાં, ઉત્તેજનામાં વધારો કરીને, બહુપ્રતિક્ષિત ફિલ્મએ આજે જન્માષ્ટમીના શુભ પ્રસંગે નવીનતમ પોસ્ટર રજૂ કર્યું છે અને તે ખુબજ શાનદાર લાગે છે.
રાધે શ્યામનું પોસ્ટર થયું રિલીઝ
ફિલ્મનું નવું પોસ્ટર એકદમ ક્યૂટ છે. આ નવા પોસ્ટરમાં અભિનેતા પ્રભાસ એક સુંદર ટક્સીડો અને પ્રખ્યાત અભિનેત્રી પૂજા હેગડેને મનમોહક બોલ ગાઉનમાં પહેરેલા જોવા મળે છે અને આ પોસ્ટર કોઈ પરીકથાથી ઓછું નથી. રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત બહુભાષી પ્રેમ કથા 1970 ના દાયકાના યુરોપમાં રચાયેલી છે. ઇટાલી, જ્યોર્જિયા અને હૈદરાબાદમાં મોટા પાયે શુટ કરાયેલી છે, રાધે શ્યામને મેગા કેનવાસ પર રાખવામાં આવી છે જે અત્યાધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો દાવો કરે છે જેમાં પ્રભાસ અને પૂજા પહેલા ક્યારેય ન જોવાયેલા અવતારમાં જોવા મળશે.
અહીં જુઓ ફિલ્મ રાધે શ્યામનું પોસ્ટર
View this post on Instagram
શું છે રાધે શ્યામના નિર્દેશકનું કહેવું
ડિરેક્ટર રાધા કૃષ્ણ કુમાર (Director Radha Krishna Kumar) કહે છે, “અમે સખત મહેનત કરી છે અને તે ખાતરી કરવા માટે કોઈ કસર છોડી નથી કે અમે દર્શકોને એક એવો નાટકીય અનુભવ આપીએ જેને તે ક્યારેય ભૂલશે નહીં. રાધે શ્યામ 14 મી જાન્યુઆરી 2022 ના રોજ થિયેટરોમાં આવશે અને જન્માષ્ટમી જેવા ખાસ દિવસે ફિલ્મનું આ પોસ્ટર રજૂ કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ.
રાધેશ્યામ બહુભાષી ફિલ્મ હશે અને રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત અને ગુલશન કુમાર ટી-સિરીઝ (T-Series) દ્વારા રજૂ કરવામાં આવશે. તે યુવી ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવે છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર (Bhushan Kumar) , વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર
આ પણ વાંચો :- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો