અભિનેત્રી પૂનમ પાંડે જીવિત છે. હા, તમે સાચું સાંભળ્યું છે, 2 ફેબ્રુઆરીના રોજ, પૂનમ પાંડેની ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને તેના નિધન વિશે બધાને જાણ કરી. હવે પૂનમ પાંડે પોતે આગળ આવી છે અને પોતાના જીવિત હોવાની સાબિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તે જીવિત હોવાની માહિતી આપી છે.
ગઈકાલથી પૂનમ પાંડેના નિધનના સમાચાર સાંભળીને બધાને આશ્ચર્ય થયું હતું. ઘણા લોકોએ તેમના મૃત્યુના સમાચારને ખોટા ગણ્યા હતા. પરંતુ જે રીતે સ્ટાર્સ રિએક્ટ કરી રહ્યા હતા, લોકો ધીમે ધીમે તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. પરંતુ પૂનમે પોતે જ તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા.
પૂનમની ટીમ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે પૂનમનું મોત સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. પરંતુ આ દરમિયાન કાનપુર પોલીસે આ મામલે નવી માહિતી આપી છે.
આ પણ વાંચો: ‘કબીર સિંહ’ અને ‘એનિમલ’નો રણવિજય સાથે મળશે જોવા? જાણો શાહિદ કપૂરે શું કહ્યું
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:39 pm, Sat, 3 February 24