AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માત્ર Sunny Deolનો બંગલો જ નહીં, સ્ટુડિયોની પણ થવાની હતી હરાજી, જાણો બંને પ્રોપર્ટીની કિંમત

બોલિવૂડ એક્ટર સની દેઓલના સની વિલા જે ગદર 2ને લઈને ચર્ચામાં છે, તેની હરાજી થવાની હતી, પરંતુ તેની હરાજી અટકાવી દેવામાં આવી હતી. આ સિવાય તેના સની સુપર સાઉન્ડ સ્ટુડિયોની પણ હરાજી થવાની હતી. આ બંને પ્રોપર્ટી મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં છે અને તેની કિંમત કરોડોમાં છે.

માત્ર Sunny Deolનો બંગલો જ નહીં, સ્ટુડિયોની પણ થવાની હતી હરાજી, જાણો બંને પ્રોપર્ટીની કિંમત
Sunny Deol s bungalow studio
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 2:51 PM
Share

સની દેઓલના બંગલા અને સની સુપર સાઉન્ડ સ્ટુડિયોની હવે હરાજી નહીં થાય. લગભગ રૂપિયા 56 કરોડના દેવાની વસૂલાતના કેસમાં બેન્ક ઓફ બરોડાએ અખબારમાં નોટિસ આપીને બંને મિલકતોની હરાજી કરવાની જાહેરાત કરી હતી. જો કે એક દિવસ પછી, બેંકે ટેકનિકલ ભૂલને ટાંકીને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો. આવી સ્થિતિમાં સની દેઓલની બંને મિલકતો ચર્ચામાં આવી. અમે તમને બંને પ્રોપર્ટી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

આ પણ વાંચો : સની દેઓલના બંગલાની હવે નહીં થાય હરાજી, બેંકે 24 કલાકમાં બદલ્યો નિર્ણય

બંગલા સાથે સ્ટુડિયોની પણ થઈ હતી વાત

સની દેઓલના તે બંગલાનું નામ સની વિલા છે, પરંતુ તે ધર્મેન્દ્રના ઘરના નામથી જ ઓળખાય છે. આ બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં છે. આ ઘરમાં આખો દેઓલ પરિવાર રહે છે. અજય દેવગન અને યશ ચોપરાનું ઘર પણ છે. આ મુંબઈનો પોશ વિસ્તાર છે, જ્યાં પ્રોપર્ટીની કિંમતો ઘણી મોંઘી છે. આ વિસ્તારમાં સની દેઓલનો સની સુપર સાઉન્ડ નામનો સ્ટુડિયો પણ છે. બંગલા સાથે સ્ટુડિયોની પણ વાત કરવામાં આવી હતી.

બંગલા અને સ્ટુડિયોની કિંમત

સની દેઓલના ઘરની કિંમત લગભગ 30 થી 40 કરોડ રૂપિયા છે. બીજી તરફ જો સની સુપર સાઉન્ડની વાત કરીએ તો આ સ્ટુડિયોની કિંમત 35 કરોડ રૂપિયા છે. ગદર 2 ફેમ અભિનેતાનો બંગલો માત્ર આલીશાન જ નથી પરંતુ તેનો સ્ટુડિયો પણ ખાસ છે અને ત્યાં ઘણી ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે.

સની સુપર સાઉન્ડ સ્ટુડિયો જુહુ બીચ પાસે છે અને સની દેઓલના બંગલાથી તેનું અંતર કાર દ્વારા લગભગ 7-8 મિનિટનું છે. આ સ્ટુડિયોમાં ફિલ્મોનું પોસ્ટ પ્રોડક્શન કામ થાય છે. ત્યાં પણ ઈવેન્ટ હોય છે. લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા આ સ્ટુડિયોમાં ટીવી રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ હતી. તાજેતરમાં જ અહીં અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઘૂમરનું સ્ક્રીનિંગ પણ યોજાયું હતું. આ સ્ટુડિયોમાં સ્ક્રીનીંગ માટેના થિયેટરમાં 100-120 લોકો બેસી શકે છે.

કેટલી લોન લીધી?

તમને જણાવી દઈએ કે, સની દેઓલે બેંકમાંથી લગભગ 52 કરોડની લોન લીધી હતી, જે વ્યાજ સાથે લગભગ 56 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તે લોન ચૂકવી શક્યો ન હતો, જેના પછી હરાજીની નોટિસ જાહેર કરવામાં આવી હતી. જો કે બાદમાં બેંકે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">