શું તમે જાહ્નવી કપૂરે જે ઘરમાં બાળપણ વિતાવ્યું છે ત્યાં રોકાવવા માંગો છો, તો આ રીતે મળશે તક

|

May 02, 2024 | 4:18 PM

શ્રી દેવીનું વર્ષો જૂનું ઘર ચેન્નાઈમાં ખરીદ્યું હતુ. આ તેનું પહેલું ઘર હતુ જેને બોની કપુર સાથે લગ્ન કર્યા બાદ ખરીદ્યું હતુ. હવે લોકો શ્રીદેવીના આ ઘર પર ભાડે રહી શકશે. જાહ્નવી કપૂરે માતા શ્રીદેવીનું ચેન્નાઈમાં ઘર ભાડે આપવાનું નક્કી કર્યું છે. મતલબ કે હવે તેના ચાહકો પણ તેને બુક કરી શકશે.

શું તમે જાહ્નવી કપૂરે જે ઘરમાં બાળપણ વિતાવ્યું છે ત્યાં રોકાવવા માંગો છો, તો આ રીતે મળશે તક

Follow us on

શ્રીદેવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે, તેની દિકરી જાહન્વી કપૂર તેમની માતાને ખુબ યાદ કરતી હોય છે. તે હંમેશા માતા સાથે જોડાયેલી સ્ટોરીને યાદ કરે છે. હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને શ્રીદેવીના ચાહકો તેમજ જાહ્નવી કપૂરના ચાહકો ખુશ થઈ જશે. જો તમે કોઈ સુપરસ્ટારના ઘરમાં રહેવાનું વિચારી રહ્યા છો તે તે સપનું હવે પૂર્ણ થશે.શ્રી દેવીએ વર્ષો પહેલા ચેન્નાઈમાં એક ઘર ખરીદ્યું હતુ, આ તેનું પહેલું ઘર હતુ.

જાહ્નવી કપૂર માટે આ ઘર ખુબ ખાસ

બોની કપૂર સાથે લગ્ન કર્યા બાદ ખરીદ્યું હતુ. જાહ્નવી કપૂર માટે આ ઘર ખુબ ખાસ છે કારણ કે, આ ઘરમાં તેનું બાળપણ પસાર થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ હવે લોકો શ્રી દેવીના આ ઘર પર ભાડે રહી શકે છે. એર BnB દ્વારા 11 પ્રખ્યાત મિલકતોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. એવા પણ રિપોર્ટ છે કે ઘરની જાળવણી અને લીકેજની સમસ્યાને કારણે શ્રીદેવી અને બોનીએ ઘર છોડવું પડ્યું હતું. જોકે, શ્રીદેવીના મૃત્યુ બાદ બોનીએ ઘરનું સમારકામ કરાવ્યું હતું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 

 

આ લોકોને મળશે ઘરમાં રહેવાની તક

શ્રીદેવીના દરેક ચાહક તેના આ ઘરમાં એક વખત રહેવાનું પસંદ કરશે પરંતુ વાત પણ છે, કારણ કે, એર બીએનબી યુઝર્સ આ ઘરમાં એક રાત માટે જ રહી શકશે. ખાસ વાત તો એ છે કે, અહિ આવનાર લોકોને જાહ્નવી કપુરની સાથે વાત કરવાની પણ તક મળશે. આ ઘરમાં શ્રી દેવીએ બનાવેલી પેન્ટિંગ પણ સામેલ છે. કોરોના મહામારી દરમિયાન જાહન્વી કપુર અને ખુશી કપુરે બનાવેલી પેન્ટિંગ પણ જોઈ શકશે.

જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મો

જાહ્નવી ની અપકમિંગ ફિલ્મો વિશે વાત કરીએ તો. તે તેલુગુમાં ડેબ્યુ કરશે. ફિલ્મમાં સુપરસ્ટાર જૂનિયર એનટીઆર મુખ્ય ભુમિકામાં છે. આ સિવાય મિસ્ટર એન્ડ મિસેજ માહીમાં પણ જોવા મળશે. આ ફિલ્મ 31 મેના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો : મનોજ બાજપેયી વેકેશન દરમિયાન ખેતી કામ કરતા હતા, આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અભિનેતા

Next Article