AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Deolએ કરી મોટી જાહેરાત ! ‘ગદર 3’ વિશે કહી આ વાત, સાંભળીને ફેન્સ થઈ ગયા ખુશ

સની દેઓલની 'ગદર 2' બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. ફિલ્મ નિહાળવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સની દેઓલે એક એવી વાત કહી, જેને સાંભળ્યા બાદ તેના અને 'ગદર'ના ફેન્સ વધુ ઉત્સાહિત થઈ જશે.

Sunny Deolએ કરી મોટી જાહેરાત ! 'ગદર 3' વિશે કહી આ વાત, સાંભળીને ફેન્સ થઈ ગયા ખુશ
Sunny Deol
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 12:28 PM
Share

ફેન્સ સની દેઓલની ‘ગદર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ છે. ફિલ્મે છેલ્લા આઠ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

‘ગદર 2’ની કમાણી આકાશને આંબી રહી છે અને આ જોઈને મેકર્સ પણ ઘણા ખુશ છે. ‘ગદર 2’ને મળી રહેલો અદભૂત પ્રતિસાદ જોઈને લાગે છે કે મેકર્સ પાર્ટ 3 બનાવવાની તૈયારી કરી રહ્યા છે. સની દેઓલે ‘ગદર 3′ વિશે પણ વાત કરી છે.

આ પણ વાંચો : Gadar 2 હિટ થઈ ગઈ છે, શું આવનારા સમયમાં ગદર 3 બનશે? Utkarsh Sharmaએ આપ્યો મોટો સંકેત

સનીએ એક હૃદયસ્પર્શી વાત કહી

વાસ્તવમાં, સની દેઓલ ગત દિવસે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સની દેઓલ બ્લુ બ્લેઝર સાથે સફેદ શર્ટ અને બ્લુ ડેનિમ પહેરેલો જોવા મળ્યો હતો. આ દરમિયાન પાપારાઝીએ તેને કહ્યું કે હવે ‘ગદર 3’ની રાહ જોવાઈ રહી છે. જવાબમાં હસીને સની દેઓલે કહ્યું કે તે પણ આવશે. આ દરમિયાન સની દેઓલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. હાલમાં નિર્માતાઓએ હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં સનીએ મજાકમાં આ કહ્યું કે, ખરેખર ‘ગદર 3’નું પ્લાનિંગ ચાલી રહ્યું છે, આના પર કંઈપણ કહેવું મુશ્કેલ છે.

(credit Source : Viral bhayani)

‘ગદર 2’ બમ્પર કમાણી કરી રહી છે

બાય ધ વે, જો આપણે ‘ગદર 2’ ના આંકડાઓ પર નજર કરીએ તો લોકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે. અઠવાડીયા પછી પણ ફિલ્મ જોવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. કમાણીમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી, બલ્કે ફિલ્મ સતત રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે રિલીઝના 9માં દિવસે 336 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હજુ પણ બોક્સ ઓફિસની કમાણી પર કોઈ બ્રેક નથી લાગી.

લોકોને તારા-સકીનાની કેમેસ્ટ્રી ગમી

તમને જણાવી દઈએ કે, ‘ગદર 2’માં સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર લીડ રોલમાં છે. ગયા વખતની જેમ આ વખતે પણ સની દેઓલ તારા સિંહના રોલમાં છે. અમીષાએ સકીનાનું પાત્ર ભજવ્યું છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મના ગીતો પણ ટ્રેન્ડમાં છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">