જ્યારે ફિલ્મોમાં જોવા મળ્યા ગણપતિ, શાહરૂખથી લઈને સલમાન સુધી બધાએ કરી ઉજવણી, જુઓ Video
ગણેશ ચતુર્થી (Ganesh chathurthi) દેશભરમાં ઉજવવામાં આવે છે પરંતુ સૌથી વધુ તેને ધામધૂમથી મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. બોલિવુડમાં ઘણા પ્રસંગોએ ગણેશ ચતુર્થી અને ગણેશ ઉત્સવને પણ સામેલ કરવામાં આવ્યા છે. આવો સાંભળીએ ગણેશ ચતુર્થીના કેટલાક શાનદાર ગીતો જે બોલિવુડમાં ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. આ ખાસ અવસર પર ગણેશ ઉત્સવ સાથે સંબંધિત પ્રખ્યાત ગીતોના જુઓ વીડિયો.

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશનું નામ ખૂબ જ શ્રદ્ધાથી લેવામાં આવે છે. તેમને પહેલી પદવી આપવામાં આવી છે અને જ્યારે પણ હિન્દુઓ કોઈ પણ શુભ કાર્ય શરૂ કરે છે, ત્યારે તેઓ સૌથી પહેલા ભગવાન ગણેશનું નામ લે છે. આ સિવાય ગણેશ ચતુર્થી (Ganesh chathurthi) નિમિત્તે દેશભરમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવુડમાં ગણેશ ચતુર્થી ઘણા પ્રસંગોએ ઉજવવામાં આવે છે. સિલ્વર સ્ક્રિન પર શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી ગણેશ ઉત્સવ પર ડાન્સ કર્યો છે. આ ખાસ અવસર પર ગણેશ ઉત્સવ સાથે સંબંધિત પ્રખ્યાત ગીતોના જુઓ વીડિયો.
મૌરયા રે (ડોન)
શાહરૂખ ખાનની ફિલ્મ ડોનનું આ ગીત ગણેશ ઉત્સવ દરમિયાન હતું. આ ગીત એકદમ શાનદાર હતું અને તેની ટ્યુન શંકર મહાદેવને આપી હતી. આ ગીત તેને પોતે પણ ગાયું હતું. આ ગીત આજે પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેના બોલ જાવેદ અખ્તરે લખ્યા હતા.
ગણપતિ અપને ગાંવ ચલે (અગ્નિપથ)
અમિતાભ બચ્ચનની નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ અગ્નિપથ કંઈક અલગ જ હતી. આ ફિલ્મમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો અને લોકો આજે પણ તેની સ્ટાઈલની નકલ કરે છે. આ ફિલ્મમાં એક ગણપતિ ગીત હતું જે તે સમયે સુપરહિટ હતું.
સિંદૂર લાલ ચઢાયો (વાસ્તવ)
સંજય દત્તની ફિલ્મ વાસ્તવમાં તેનો રોલ નેગેટિવ શેડ ધરાવતો હતો અને હજુ પણ તેના કરિયરનો બેસ્ટ રોલમાંથી એક માનવામાં આવે છે. ફિલ્મમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ગણેશ પર આધારિત આ ગીતનું સંગીત જતીન-લલિત દ્વારા આપવામાં આવ્યું હતું અને તે ગીતકાર સમીરે લખ્યું હતું.
વિઘ્નહર્તા (અંતિમ ધ ફાઈનલ ટ્રુથ)
સલમાન ખાનની ફિલ્મ અંતિમમાં તેનો રોલ એકદમ અલગ હતો. તે ફિલ્મમાં વરુણ ધવન સાથે એક ગીત હતું જેમાં બંને બાપ્પાની પૂજા કરતા જોવા મળ્યા હતા.
દેવા શ્રી ગણેશાય (અગ્નિપથ 2)
અગ્નિપથ પછી જ્યારે અગ્નિપથ 2 બનાવવામાં આવી હતી, ત્યારે પહેલા પાર્ટની જેમ, બીજા ભાગમાં ભગવાન ગણેશની આરતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગીત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આ ફિલ્મમાં ઋતિક રોશન લીડ રોલમાં હતો.
બોલિવુડમાં ભગવાન ગણેશનો એક અલગ જ ક્રેઝ છે. ઘણી ફિલ્મો અને કાર્ટૂન પણ ભગવાન ગણેશ પર બનાવવામાં આવ્યા છે. આ સિવાય પર્સનલ લાઈફમાં પણ સ્ટાર્સ બાપ્પાની ખૂબ પૂજા કરે છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરે છે.
આ પણ વાંચો: Toronto News: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે ભારતીય ફિલ્મો બની વિનર, અહીં જુઓ લિસ્ટ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





