AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toronto News: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે ભારતીય ફિલ્મો બની વિનર, અહીં જુઓ લિસ્ટ

લગભગ બે અઠવાડિયા સુધી ચાલ્યા પછી ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Toronto International Film Festival) હવે સમાપ્ત થઈ ગયો છે. આ સાથે તેના વિજેતાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી ફિલ્મો વિજેતા બની હતી, જેમાં બે ભારતીય ફિલ્મોનો સમાવેશ થાય છે. અમેરિકન ફિક્શનને પીપલ્સ ચોઈસ એવોર્ડ આપવામાં આવ્યો છે.

Toronto News: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે ભારતીય ફિલ્મો બની વિનર, અહીં જુઓ લિસ્ટ
Toronto International Film Festival WinnersImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 5:50 PM
Share

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Toronto International Film Festival) બે અઠવાડિયા સુધી ચાલ્યા બાદ હવે સમાપ્ત થઈ ગયો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી બેસ્ટ ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવી હતી અને કેટલીકને વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી હતી. 48મા ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)ના સમાપન સમારોહમાં ઘણી ફિલ્મો વિજેતા બની હતી, જેમાં બે ભારતીય ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વિનર લિસ્ટમાં પહેલી ભારતીય ફિલ્મ તરસેમ સિંહની ‘ડિયર જસ્સી’ છે. આ ફિલ્મને પ્લેટફોર્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ‘ડિયર જસ્સી’ પંજાબમાં ઓનર કિલિંગથી પ્રેરિત એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા ઢંડવાર દ્વારા નિર્દેશિત, 1990ના દાયકામાં સેટ થયેલી આ ફિલ્મ એક્ટર ગુલશન ગ્રોવરના પુત્ર, નિર્માતા સંજય ગ્રોવરની પણ પહેલી ફિલ્મ છે.

આ યાદીમાં બીજી મરાઠી ફિલ્મ ‘ધ મેચ’ છે. આ ફિલ્મ જયંત દિગંબર સોમલકરની પ્રથમ ફીચર ફિલ્મ છે. આ ફિલ્મનું તાજેતરમાં જ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું. આ ફિલ્મને NETPAC એવોર્ડ મળ્યો છે. સમાજમાં જાગૃતિ લાવનારી આ ફિલ્મ છે, જેમાં કોઈ ફેમસ કલાકારો નથી.

તેના તમામ કલાકારો વાસ્તવિક જીવનના પાત્રો છે, જેઓ તેમના જીવનમાં પહેલીવાર કેમેરાનો સામનો કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ નિર્દેશકે તેમના ગામ મહારાષ્ટ્રના ડોંગરગાંવ અને પરિવારના ઘરે ખૂબ ઓછા બજેટમાં કર્યું છે.

(VC: jayant.somalkar instagram)

તમને જણાવી દઈએ કે ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પીપલ્સ ચોઈસ એવોર્ડ માટે એકતા કપૂર અને રિયા કપૂરની ફિલ્મ ‘થેંક્સ ફોર કમિંગ’ને પણ નોમિનેટ કરવામાં આવી હતી.

અહીં જુઓ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના એવોર્ડ વિજેતાઓનું લિસ્ટ

  • પીપલ્સ ચોઈસ એવોર્ડ – ‘અમેરિકન ફિક્શન’ (નિર્દેશક – કોર્ડ જેફરસન)
  • પીપલ્સ ચોઈસ ડોક્યુમેન્ટરી એવોર્ડ – ‘મિ. ડ્રેસ અપ: ધ મેજિક ઓફ મેક-બિલીવ (નિર્દેશક – રોબર્ટ મેકકલમ)
  • પીપલ્સ ચોઈસ મિડનાઈટ મેડનેસ એવોર્ડ – ‘ડિક્સઃ ધ મ્યુઝિકલ’ (નિર્દેશક – લેરી ચાર્લ્સ)
  • બેસ્ટ કેનેડિયન ફીચર ફિલ્મ – ‘સોલો’ (નિર્દેશક – સોફી ડુપુઈસ)
  • બેસ્ટ શોર્ટ ફિલ્મ- “ઈલેક્ટ્રા” (નિર્દેશક – ડારિયા કાસ્ચીવા)
  • બેસ્ટ કેનેડિયન શોર્ટ ફિલ્મ – ‘મધરલેન્ડ’ (નિર્દેશક – જાસ્મીન મોઝાફરી)
  • ShareHerJourney એવોર્ડ – ‘શી’ (નિર્દેશક – રેની જાન)
  • FIPRESCI જ્યુરી એવોર્ડ – ‘સીગ્રાસ’ (નિર્દેશક – મેરેડિથ હામા-બ્રાઉન)
  • સર્વશ્રેષ્ઠ BIPOC કેનેડિયન ફીચર માટે એમ્પ્લીફાઈ વોઈસ એવોર્ડ – “કનાવલ” (નિર્દેશક – હેનરી પાર્ડો)
  • સર્વશ્રેષ્ઠ BIPOC કેનેડિયન ફર્સ્ટ ફીચર માટે એમ્પ્લીફાઈ વોઈસ એવોર્ડ – “તૌતુક્તવુક” (નિર્દેશક – કૈરોલ કુન્નુક અને લ્યુસી તુલુગાર્જુક)
  • એમ્પ્લીફાઈ વોઈસ BIPOC કેનેડિયન ટ્રેલબ્લેઝર એવોર્ડ – ડેમન ડી’ઓલિવીરા
  • ચેન્જમેકર એવોર્ડ – ‘વી ગ્રોન નાઉ’ (નિર્દેશક – મિન્હાલ બેગ)

આ પણ વાંચો: ઉર્વશી રૌતેલા બાદ હવે એલ્વિશ યાદવ આ એક્ટ્રેસ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો, જુઓ Viral Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">