Akhil Mishra Death: ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં કામ કરનાર અભિનેતા અખિલ મિશ્રાનું થયું નિધન

ફિલ્મ 3 ઈડિયટ્સમાં લાઈબ્રેરીયન દુબે જીની ભૂમિકા ભજવનાર અભિનેતા અખિલ મિશ્રા (Akhil Mishra)ના નિધનથી સમગ્ર બોલિવૂડ શોકમાં છે. અભિનેતા હૈદરાબાદમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.

Akhil Mishra Death: ફિલ્મ 3 ઈડિયટ્સમાં કામ કરનાર અભિનેતા અખિલ મિશ્રાનું થયું નિધન
| Edited By: | Updated on: Sep 21, 2023 | 2:50 PM

આમિર ખાન સાથે ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ‘માં કામ કરનાર અભિનેતા અખિલ મિશ્રા (Akhil Mishra)નું નિધન થયું છે. અખિલ મિશ્રા હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા. TV9ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અખિલ મિશ્રા પોતાના ઘરના રસોડામાં ટેબલ પર ચડીને કોઈ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તે ટેબલ પરથી પડી ગયો અને માથામાં ગંભીર ઈજા થઈ. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અખિલ મિશ્રાએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો : Kareena Kapoor Family Tree: આલિયા ભટ્ટ છે કરિના કપુરની ભાભી, દાદા,કાકા, પિતાથી લઈ પતિ છે અભિનેતા પરિવારનું નામ ગિનિસ બુકમાં છે સામેલ

અખિલ મિશ્રાએ થ્રી ઈડિયટ્સ ફિલ્મમાં લાઈબ્રેરિયન દુબે જીની ભૂમિકા ભજવી હતી. આમિર ખાનની આ ફિલ્મમાં દુબે જીનો રોલ ઘણો રસપ્રદ હતો. આ સિવાય તેણે ઉત્તરન સીરિયલમાં ઉમેદ સિંહ બુડેલાની ભૂમિકા ભજવી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરતા હતા. અખિલ મિશ્રાએ સીઆઈડી, શ્રીમાન શ્રીમતી, ભંવર, ઉડાન, અને રજની જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

આ ફિલ્મોમાં અખિલ મિશ્રાએ કામ કર્યું હતું

અખિલ મિશ્રા, જેમણે ડોન અબ્બા અને હઝારોં ખ્વાશીં ઐસીમાં ભૂમિકા ભજવી હતી, તે એક અનુભવી અભિનેતા હતા. તેમની પત્ની સુઝાન બર્નેટ જર્મનીની છે. પતિના આકસ્મિક અવસાનથી અભિનેત્રી પર દુ:ખનો પહાડ આવી ગયો છે. અખિલ મિશ્રાએ બે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું નામ મંજુ મિશ્રા હતું, જેમની પાસેથી તેમણે છૂટાછેડા લીધા હતા. આ પછી, 2009 માં, અખિલ મિશ્રાએ જર્મન અભિનેત્રી સુઝેન સાથે લગ્ન કર્યા. સુઝેને કસૌટી ઝિંદગી કી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને સાવધાન ઈન્ડિયામાં કામ કર્યું છે.

અખિલ મિશ્રાએબોલિવુડમાં સારી કમાણી કરી હતી. તેણે તેની પત્નીને હિન્દી અને અભિનય કૌશલ્ય શીખવ્યું. અખિલ મિશ્રા પણ એક્ટિંગ કોચ તરીકે કામ કરતા હતા. તેણે શોર્ટ ફિલ્મ ‘મજનૂ કી જુલિયટ’માં માત્ર અભિનય જ નથી કર્યો પરંતુ તેની વાર્તા પણ લખી છે. આજે, અભિનેતાએ આ રીતે દુનિયાને અલવિદા કહીને તેના ચાહકો દુઃખી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો