AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાલતી કારમાં પ્રિયંકા ચોપરાની પોનીટેલ સાથે રમતો જોવા મળ્યો નિક જોનસ, એક્ટ્રેસે શેર કર્યો Cute Video

Priyanka Chopra Nick Jonas Viral Video: પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) હાલમાં એક ફની વીડિયો શેર કર્યો છે જેમાં નિક જોનસ (Nick Jonas) તેની પોનીટેલ ખોલતો જોવા મળે છે. બંનેની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ચાલતી કારમાં પ્રિયંકા ચોપરાની પોનીટેલ સાથે રમતો જોવા મળ્યો નિક જોનસ, એક્ટ્રેસે શેર કર્યો Cute Video
Priyanka Chopra - Nick Jonas
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 7:30 PM
Share

Priyanka Chopra Nick Jonas Viral Video: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick Jonas) અવારનવાર તેમના ફેમિલી ટાઈમની તસવીરો અને વીડિયો તેમના ફેન્સ સાથે શેર કરે છે. આ દરમિયાન કપલની કમ્પેટિબિલિટી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હાલમાં એક્ટ્રેસે વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં નિક જોનસ ચાલતી કારમાં પોનીટેલ ખોલતો જોવા મળે છે. પ્રિયંકા ચોપરા અને નિકને એકસાથે જોવું તેમના ફેન્સ માટે ખૂબ જ રસપ્રદ છે. આવામાં પ્રિયંકાની સંભાળ લેતા નિક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. આ સાથે પ્રિયંકા ચોપરાના એક્સપ્રેશન પણ ખૂબ જ રસપ્રદ છે.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

(VC: Priyanka Chopra Instagram)

પત્ની પ્રિયંકાનું ધ્યાન રાખતો જોવા મળ્યો નિક

નિક અવારનવાર પ્રિયંકા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. હાલમાં એક્ટ્રેસે તેની વધુ એક ઝલક શેર કરી છે. પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં નિક ટોર્ચ સાથે પ્રિયંકાના વાળ તરફ જોતો જોવા મળે છે. ત્યારબાદ તે પ્રિયંકાની પોનીટેલ ખોલી રહ્યો છે. પ્રિયંકા તેની પોનીટેલથી હેરાન હશે, તેને નિક દૂર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘણી મહેનત બાદ નિક પ્રિયંકાની પોનીટેલ ખોલવામાં સફળ થાય છે. આ દરમિયાન એક્ટ્રેસ ક્યારેક આનંદથી હસે છે તો ક્યારેક વિચિત્ર ફેસ બનાવે છે. તેનો વીડિયો શેર કરતાં નિક જોનાસે લખ્યું, ‘પોનીટેલ કોમ્પલિકેટેડ છે.’

આ પણ વાંચો : રણબીર કપૂરનો ફોટો લેવા માટે ફેન થયો બેકાબૂ, એક્ટરે કર્યું વિચિત્ર કામ, Video જોઈને લોકો ગુસ્સે થયા

યુઝર્સને પસંદ આવી પતિ નિકની સ્ટાઈલ

ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રિયંકાના પતિ નિકની આ સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. ઘણા ફેન્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, જ્યારે ઘણા લોકો કોમેન્ટ બોક્સમાં પ્રિયંકા અને નિક માટે પ્રેમ વરસાવી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે ‘ઓ.. આ બહુ ક્યૂટ છે.’ આ સિવાય અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે ‘હું પ્રાર્થના કરું છું કે દરેકને નિક જોનસ જેવો પતિ મળે, તે એક જેન્ટલમેન છે.’ આ સિવાય અન્ય ફેને લખ્યું છે કે ‘તે પોનીટેલ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે ખૂબ જ સુંદર છે.’

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
g clip-path="url(#clip0_868_265)">